જ્યારે ભગવાને કોઈ સ્ત્રી ને બનાવી ત્યારે તેમને લાંબો સમય લાગ્યો.જાણો શું હતું કારણ જો ભગવાનને પણ આટલો સમય લાગ્યો .પુરાણો મુજબ ભગવાન સ્ત્રી ને બનાવતા હતા ત્યારે તેમણે 6 દિવસ થયા હતા.તેમ છતાં સ્ત્રીની સૃષ્ટિ અધૂરી હતી ત્યારે નારદે ભગવાનને પૂછ્યું – ભગવાન, તમે સ્ત્રી બનાવવા માટે કેમ આટલો સમય લઈ રહ્યા છો ભગવાને જવાબ આપ્યો, નારદ તમે સ્ત્રીના બધા ગુણો જોયા છે? જે તેના સર્જન માટે જરૂરી છે જો તમે જોતા નથી તો સાંભળો.
એક મહિલા તમામ પ્રકારની પરિસ્થિતિઓને સંભાળી શકે છે. તે તેમના બધા બાળકોને એક સાથે સંભાળી શકે છે અને તેમને ખુશ રાખી શકે છે. તે તેને પ્યાર થી ઘૂંટણની ખંરોચ થી લઈ તુટેલા દિલના ઘાવ પણ ભરી શકે છે.તે દુનિયાભરના કામ ફક્ત બે હાથથી કરી શકે છે.
સ્ત્રીમાં સૌથી મોટી ગુણવત્તા એ છે કે જ્યારે પણ તે બીમાર હોય છે ત્યારે તે પોતાનો ખ્યાલ રાખી શકે છે. અને બીમારીમાં પણ કામ કરી શકે છે.નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્ય સાથે પૂછ્યું, શું ભગવાન કોઈ સ્ત્રી દ્ઘારા આ બધુ કરવુ શકય છે.
ભગવાને કહ્યું – આ મારી અદભૂત રચના છે.નારદજી નજીક ગયા અને સ્ત્રી ઉપર હાથ મૂક્યો અને કહ્યું ભગવાન તે ખૂબ નરમ અને નાજુક છે.ભગવાન બોલ્યા, હા. તે બહાર ખૂબ નાજુક છે, પરંતુ તેને અંદરથી ખૂબ જ મજબુત બનાવી છે. તેમાં દરેક પરિસ્થિતિને સંભાળવાની શક્તિ છે. તે નરમ છે પણ કમજોર નથી.
નારદજીએ પૂછ્યું ,શું તે વિચારી પણ શકે છે ભગવાન જણાવ્યું કે, તે વિચારી શકે છે અને તે પણ વધુ મજબૂત થઈને મુકાબલો પણકરી શકે છે. નારદજી નજીક ગયા અને સ્ત્રીના ગાલ પર હાથ મૂક્યા અને કહ્યું – ભગવાન, તેઓ ભીના છે,આમાંથી કેટલાક પ્રવાહી વહે છે.ભગવાને કહ્યું – આ તેના આંસુ છે.દેવદૂત-આસું કેમ ભગવાન.
ભગવાન બોલ્યા, કારણ કે આંસુ એ તેની શક્તિ છે.આંસુ એ સ્ત્રીને આજીજી કરવા,પ્રેમ વ્યક્ત કરવા અને તેના એકલતાને દૂર કરવાની એક રીત છે.ત્યારે નારદા જીએ કહ્યું – ભગવાન, તમારી રચના ખરેખર સુંદર છે. તમે બધું વિચારીને બનાવ્યું છે, તમારી રચના સ્ત્રી માટે ઉત્તમ છે.
ભગવાને કહ્યું ,સ્ત્રીની રચના અદ્વભુત છે,સ્ત્રી દરેક પુરુષની તાકાત છે, જે તેને પ્રોત્સાહન આપે છે.તે દરેકને ખુશ જોઈને ખુશ થાય છે,દરેક પરિસ્થિતિમાં હસતી હોય છે.એને જે જોઈએ તે લડીને પણ મેળવી શકે છે. તેના પ્રેમમાં કોઈ શરત નથી.
તેણુ દિલ તૂટીજાય છે,જ્યારે તેના પોતાના જ તેને દુ:ખ પોચાડે છે.પરંતુ તે દરેક સંજોગો સમાધાન કરવાનું પણ જાણે છે તે મારી સ્ત્રી રચના છે.નારદા જી, ભગવાન,તમારી સર્જના પૂર્ણ થઈ ગઈ ભગવાને કહ્યું -ના,નારદમાં હજી એનો અભાવ છે.નારદા જી કયો ભગવાન ,ભગવાન – તે તેનું મહત્વ ભૂલી જાઈ છે.