તિજોરીમાં ખાસ આ એક વસ્તુ મૂકીને કરો આ ઉપાય,આવી જશે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન.

આ વખતે હોળી ધુળેટી ખુબજ ખાસ છે.માટે આજે અમે તમને હોળી ધુળેટીના કજસ ઉપાયો વિશે જણાવ્યું છે જે તમારી કિસ્મત બદલી શકે છે તો આવો જાણીએ તેના વિશે.9 માર્ચે ફાગણ પૂર્ણિમાના દિવસે હોળી છે અને મંગળવાર એટલેકે 10 માર્ચ ના રોજ ધૂળેટી છે.સોમવારે હોળીકા દહન થવું તે એક શુભ સંયોગ તો છે જ પરંતુ આ તેનાથી પણ એક મોટો સંયોગ બની રહ્યો છે.

જે લગભગ 499 વર્ષ પછી બની રહ્યો છે.આ વર્ષે હોળી ઉપર ગુરુ અને શનિનો વિશેષ યોગ બની રહ્યો છે.આ બંને ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે.માર્ચના છેલ્લા દિવસોમાં ગુરુ પણ પોતાની રાશિ ધનથી નીકળીને શનિની સાથે મકર રાશિમાં ચાલ્યો જશે.આથી દરેક લોકો ને લાભ થવાનો છે પરતું જો તમે આ ખાસ રાજયોગનો વધુ લાભ લેવાનું વિચારતા હોય તો પછી અમુક ઉપાય કરવાના રહેશે.

આપણા ભારતમાં તો પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હોળી એકબીજા સાથે મળી ઉજવવાનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજા સાથે થયેલા મનદુખને ભૂલી જાય છે અને એકબીજાના રંગે રંગાઈ જાય છે.આ તહેવાર ના માત્ર રંગો નો છે પણ ખુશી અને લાગણીઓ નો પણ છે.

હોળી નો તહેવાર ખાસ ફાગણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે.આ વખતે 9 તારીખે તે ઉજવાશે.આ દિવસે રાત્રે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઉજવાય છે.આજે અહીં તમને હોળીના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવવા ના છીએ આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ વર્ષભર ઘરમાં છવાયેલી રહે છે.તો મિત્રો આવો ખાસ જાણી લઈએ આ ઉપાયો વિશે વિગતે.

મિત્રો આ ખાસ ઉપાયો કરતા પેહલાં પણ ઘણું ધ્યાન રાખવાનું છે માટે તેને ધ્યાન થી સમજવા ની કોશિશ કરજો.હોળીના દિવલે પીળા કપડામાં કાળી હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી ચક્ર અને 11 કોડી બાંધો. ત્યારપછી 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી હોળીની પ્રદક્ષિણા કરો અને આ પોટલીને એવા સ્થાન પર રાખો જ્યાં ધન રાખતા હોય.જો તમે વેપાર કરતા હોય તો તેને વેપારના સ્થાને રાખો.

આ ઉપાય કરી ઘરે જાઓ ત્યારે પાછળ ફરીને જોવું જોઈએ નહીં.આમ કારવાથી ના ઘરમાં જ પરંતુ દરેક જગ્યાએ જ્યાં તમેં વ્યવસાય કરો છો તે બધી જગ્યાએથી તમને ખુબજ પુષ્કળ પ્રમાણ માં લાભ થશે.મિત્રો આ સાથે જ જો તમે મશીનોનો વેપાર કરતા હોય તો હોળીના દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી કાળી હળદર અને કેસરનું સ્વસ્તિક બનાવો.આમ કરવાથી તમને લાભ થશે.અને ઘરમાં અને કારખાના માં પણ ખુબજ લાભ થશે.મિત્રો ખાસ આ ઉપાય કોઈને જણાવ્યા વગર કરવાનો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top