મિત્રો આજે અમે તમને એક એવો રામબાણ ઇલાજ વિશે જણાવીશું જેનાથી દાંત ના તમામ પ્રકારના પ્રોબ્લેમ દૂર થઈ જશે આ ઉપાય ખુબજ ગુણકારી છે. નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
આ તેલ ત્વચાના ચેપને દૂર કરવામાં ઔષધિ સમાન કામ કરે છે. આ તેલ માનસિક તાણને દૂર કરે છે અને મનને શાંત કરે છે. આ તેલના અનેક લાભ થાય છે.જેમાંથી એક છે કે તેની સુગંધથી શાંતિ અનુભવી શકાય છે. સાથે સાથે તે દાંત માટે પણ ખુબજ લાભદાયક છે.તો આજે આપણે જાણીશું આ તેલ ના વિશેષ ફાયદા.
સૌથી પહેલા તો અગાવ તમને જાણવાયું તેમ નીલગિરીના તેલથી દાંતની સમસ્યાઓ સહિત અનેક તકલીફો દૂર થાય છે. નીલગિરીના તેલથી માથા પર માલિશ કરવાથી માથાનો દુખાવો, તાણ અને થાક દૂર થાય છે. શરીરના કોઈ ભાગ પર બળતરા થતી હોય તો ત્યાં નીલગિરીનું તેલ લગાવવું જોઈએ. ખાસ કરીને જો તમે માથા ના દુખાવા થી અથવા તો અન્ય કોઈ કારણસર તમારા માથા નો દુખાવો અનુભવ કરી રહ્યા હોય ત્યારે આ એટેલ ખુબજ ઉપયોગી છે.
ઘણી રીતે આ તેલ તમારા માટે ઉપયોગી છે માત્ર દાંત કે માથા માટે નહીં પરંતુ અન્ય પણ ઘણા ઉપાયો છે. સનબર્નની સમસ્યામાં પણ નીલગિરીનું તેલ ઉપયોગી સાબિત થાય છે. સ્નાયૂના દુખાવાને દૂર કરવામાં પણ નીલગિરીનું તેલ સહાયક છે. નીલગિરીના તેલના ઉપયોગથી દાંતની સમસ્યાઓ છૂમંતર થઈ જાય છે.
દાંત પેઢામાં પાક, દાંતમાં ચેપ, પેઢામાં સોજો હોવા જેવી તકલીફોમાં નીલગિરીનું તેલ ખૂબ ઉપયોગી રહે છે. નીલગિરીનું તેલ વાળને ખરતા અટકાવે છે અને વાળ ચમકદાર રહે છે. માટે વાળ ની કેર કરવાનું વિચારી રહ્યા હોય તો આજથી જ આ તેલ નું ઉપયોગ શરૂ કરીદો. મિત્રો હવે તમને થતું હશે કે આટલું બધું તો જણાવ્યું પરંતુ આતેલ નો ઉપયોગ કરવો તો કરવો કેવી રીતે તો આવો એના વિશે પણ જાણી લઈએ કે કેવી રીતે કરવો આનો ઉપયોગ.
કેવી રીતે કરવો ઉપયોગ જે જગ્યા પર તકલીફ હોય ત્યાં તેલના 4 થી 5 ટીપાં લગાડવા. આ તેલનો ઉપયોગ કરવામાં ખાસ ધ્યાન એ રાખવું કે તેને સીધું જ કાન નાક કે અન્ય સંવેદનશીલ જગ્યાઓમાં ન નાંખવું. જો ત્વચા પર લગાવવાથી પણ બળતરા થાય તો ત્વચા પર તેનો સીધો ઉપયોગ કરતાં બચવું. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આ તેલ કેટલું ઉપયોગી છે.