એલોવેરા કેટલાક કુદરતી ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિ ઓક્સિડેન્ટનો ભંડાર છે તો આવો જાણીએ કે એલોવેરાનું જ્યુસ આપણને કઈ રીતે ફાયદાકારક છે. એલોવેરાનું જ્યુસ આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે અને એલોવેરાને આયુર્વેદની ભાષામાં ઘુતકુમારી પણ કહેવામાં આવે છે.
આયુર્વેદમાં ઘુતકુમારીનો ઉપયોગ કરીને કેટલાક રોગો માટેની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એલોવેરા ઘણા કુદરતી ગુણોથી સમૃદ્ધ છે અને તેમાં વિટામિન ખનિજો અને એન્ટીઓક્સિડન્ટ ભંડાર પણ છે તો ચાલો આપણે જાણીએ કે એલોવેરાનું જ્યુસ આપણને કઈ રીતે ફાયદાકારક છે. સૌ પ્રથમ ઘણા સંશોધનોમાં તે કહેવામાં આવ્યું છે કે એલોવેરા એ આપણા શરીરના વધતા જતા ડાયાબિટીઝના જોખમને વધવા દેતું નથી.
એલોવેરાનો રસ લીવર ડિસઓર્ડર એનિમિયા કમળા જેવા રોગોની એલોવેરા જ્યુસ ફાયદામંદ છે અને તે સ્વાદુપિંડ અને સ્પ્લિન લગતી સમસ્યાઓમાં પણ ફાયદાકારક રહે છે અને તેનો ઉપયોગ શરીરની ઘણી હોર્મોનલ સમસ્યાઓને સમાધાન કરવા માટે થાય છે.
ભૂખને વધારવામાં પણ એલોવેરા મદદરૂપ છે અને તેમાં શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાની ક્ષમતા પણ તેમાં રહેલી છે અને આ સિવાય તેના સેવનની ટેવ તમારા પેટને પણ ખૂબ જ સાફ રાખે છે. એલોવેરા આપણા શરીરના સારા આરોગ્ય માટે જરૂરી વિટામિન ખનિજો અને એન્ટીઓક્સિડેન્ટને સમૃદ્ધ ભંડાર માનવામાં આવે છે.
એલોવેરાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી પાચનની બધી જ સમસ્યાઓને પણ દૂર કરે છે.સુંદરતા વધારવી.એલોવેરા હળવી ત્વચા માટે એક વરદાનની જેમ માનવામાં આવે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે સાથે તે ત્વચાથી સંબંધિત બધા જ રોગોને પણ દૂર કરે છે.
વાળની સુંદરતા વધારવા માટે તમે એલોવેરાના જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે તેના ઉપયોગથી વાળ જાડા ઘાટા અને મજબૂત બને છે અને આ ઉપરાંત માથામાં ખોળો અને કોઈપણ ત્વચાને લાગતી સમસ્યા થઈ શકતી નથી.આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
એલોવેરાનો જ્યુસ લેતા પહેલા તમારા ડોક્ટર પાસે સલાહ લેવી જોઇએ અને ખાસ કરીને જ્યારે તમે કોઈ મર્જની દવા લેતા હોય અથવા સારવાર લઈ રહ્યા હોય તો પણ અમુક દવાઓ સાથે એલોવેરાના જ્યુસને લેવાથી પ્રતિકૂળ પ્રતિક્રિયા પણ થઈ શકે છે. સ્તનપાન કરાવવા વાળી સ્ત્રીઓએ એલોવેરાનો જ્યુસ ન લેવુ જોઈએ. કારણ કે તે સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભાશયના સંકોચનને પ્રોત્સાહિત કરી શકે છે અને જે સુવાવડ અને જન્મની ખામી બાજુ લઈ જાય છે.
સ્તનપાન કરાવવાં વાળી સ્ત્રીઓએ પણ એલોવેરાનું જ્યુસ લેવાનું બંધ કરવું જોઈએ કારણ કે તેનાથી તેમને ઝાડા પણ થઈ શકે છે. તે 12 વર્ષથી નીચેના બાળકો માટે પણ અસુરક્ષિત માનવામાં આવે છે અને તેથી બાળકોને આપતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ.એલોવેરાના જ્યુસમાં મોજુદ એડ્રેનાલાઈનનું વધારે પ્રમાણમાં હૃદયના રોગોથી પીડિત લોકો માટે પણ ખતરનાક હોઈ શકે છે અને જો કોઈ રોગ હોય તો તેને ફક્ત ડોકટરની સલાહથી જ કામ કરવું જોઈએ.