દોસ્તો ગ્રહ અને નક્ષત્ર કોઈના પણ જીવનમાં ઉથલ પાથલ મચાવી શકે છે.આમ તો આ વર્તમાન સમય માં દરેક માણસ કોઈ ને કોઈ સમસ્યાથી પીડાતો હોય છે.અને આ સમસ્યા પાછળ નું એક કારણ પણ છે.જે ગ્રહ-નક્ષત્રો પણ હોઈ શકે છે. જયોતિષ શાસ્ત્રમાં પણ દરેક ગ્રહ અને નક્ષત્ર અંગેની માહિતી આપેલી હોય છે કે જેમાં કોની કુંડળી માં કયો દોષ છે.અને કયો ગ્રહ આપણી રાશિ ને વધુ પડતો પ્રભાવિત કરે છે.તે હાલ માં ગ્રહ પરિવર્તન ના લીધે થયેલો છે.આ ગ્રહ પરિવર્તન ક્યાં રાશિજાતકો માટે કેવુ સાબિત થશે.ચાલો તે રાશિ મુજબ જાણીએ.
વૃષભ રાશિ.
તેમાં પહેલી રાશિ વૃષભ આવે છે.માટે આ રાશિજાતકોને આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થવાના સંકેત છે. આ બુધ રાશિ ના ત્રીજા ભાવ માં જશે. આથી તેમનું જીવનધોરણ ખુબજ સુધરશે અને તેમના ઘર નું વાતાવરણ શાંત બની રહેશે. કાર્યક્ષેત્રે અપાર સફળતા પ્રાપ્ત થવના યોગ છે.
મકર રાશિ.
મકર રાશિના જાતકો માટે આ રાશિપરિવર્તન અત્યંત સફળ રહેશે. તેમનું વૈવાહિક જીવન મધુર બનશે.તેમને કોઈ અગત્ય ના કામ માટે યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. અને તેમાં વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા લોકોને ઘણો ધનલાભ થશે.
મિથુન રાશિ.
મિથુન રાશિ ના જાતકો માટે આ પરિવર્તનથી બુધ બીજા ભાવ માં વિચરશે.આથી તમે તમારા કાર્યો ખબજ સમજદારીપૂર્વક અને બુદ્ધિમતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. જો તમે કોઈપણ જગ્યાએ નાણાં નિવેશ કરેલા હશે તો તમને તેનું વળતર તમને જલ્દી પ્રાપ્ત થઈ જશે.
કર્ક રાશિ.કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તનમાં બુધ નો પ્રવેશ થવા થી તેમનું જીવન સુખ અને શાંતિમય રીતે પસાર થશે. તેમને કોઈ અગત્ય ના કામ હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. તમારા ઘરના સદસ્યો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
કન્યા રાશિ.
કન્યા રાશિના જાતકો માટે આ પીરવર્તનથી બુધ ૧૧ માં સ્થાને વિચરશે. જે તમારા ઘણા અધૂરાં અને તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.જે સમાજ માં તમારુ માન તથા પ્રતિષ્ઠા માં વધારો કરશે. તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.
મેષ રાશિ.
મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન લાભદાયી નિવડશે. તમારા ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે. તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી જરૂરી છે.તમારા ધારેલા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.
સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન થોડું કષ્ટદાયી સાબિત થઈ શકે એમ છે.જેથી તમારે થોડી કાળજી લેવી જોઈએ. આ રાશિ માં બુધ ૧૨ માં ભાવ માં વિચરશે. આથી તમને નાણાંની ખોટી જગ્યાએ વધુ પડતો વ્યય થઈ શકે.અને વ્યાપાર અર્થે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમારે વાદ-વિવાદ થી દૂર રહેવું જરૂરી છે. અને વાણી પર નિયંત્રણ રાખવું.
ધનુ રાશિ.
ધનું રાશિના જાતકો માટે આ પરિવર્તનથી બુધ તેમની રાશિમાં આઠમાં ભાવ માં વિચરણ કરશે.તેમણે સ્વાસ્થ્ય અંગે ખુબજ સાવચેતી રાખવી પડશે.પોતાના જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.તેમણે કોઈપણ ઉતાવળિયા નિર્ણયો લેવા જોઈએ નહી. કોઈપણ કામ કે અગત્ય નો નિર્ણય ખુબજ શાંતિથી લેવો.ઉતાવળ કરવી નહીં.
તુલા રાશિ.
તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન ઘણા લાભ લઇને આવ્યું છે. એમનો આવનાર સમયગાળો તેમના માટે અત્યંત શુભ સાબિત થશે.આમાં નોકરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ઉચ્ચ પદવી મળવાના યોગ સર્જાઈ રહ્યા છે જેથી તેમની આવક માં બમણો વધારો થશે. આ ઉપરાંત તમને આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ રહેશે.
વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન સારું રહેશે.બુધ આ રાશિના નવમાં સ્થાન માં વિચરણ કરશે. આ રાશિજાતકો જે વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા છે તેમને અઢળક ધનલાભ થવાના યોગ છે.આ રાશિજાતકોને તેમનું ભાગ્ય સંપૂર્ણપણે તેમને સાથ આપશે. તમારે થોડી સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.
કુંભ રાશિ.
કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તનથી બુધ આ રાશિના નવમા ભાવ માં વિચરણ કરશે.જેમને ખોરાક અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે. નહિતર તમારું સ્વાસ્થ્ય બગળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બની શકે છે.
મીન રાશિ.
મીન રાશિના જાતકો માટે આ પરિવર્તનથી બુધ રાશિના પાંચમાં સ્થાન માં વિચરણ કરશે. આ રાશિજાતકો માટે આ પરિવર્તન ખુબજ શુભ સાબિત થઇ શકે છે.જે અભ્યાસ કરતા વિદ્યાર્થીગણ માટે અત્યંત સાનૂકુળ સમય જણાઈ રહ્યો છે.તમારા તમામ અધૂરાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.