દીકરી ના દુનિયામાં આવતા ની સાથે જ માતા કરી નાખી એની હત્યા,કારણ જાણીને તમે કહેશો,કે એમાં એની શુ ભૂલ હતી…

મિત્રો આમ તો ઘણા કિસ્સા આપણા સમાજમાં બનતા હોય છે.પરંતુ આ કિસ્સો એક ચોંકાવનારી કિસ્સો છે.જેને વાંચીને તમને પણ ધ્રુજાવી દેશે. આ કિસ્સો ભોપાલ મધ્યપ્રદેશનો છે.જેમાં એક ધ્રુજાવી દેનારો બનાવ જનતા સામે આવ્યો છે.જે એમ છે કે પોતાના ઘરે એક દીકરીનો જન્મ થતાં જ તેની માતાએ આ માસૂમ બાળકીની છાતીમાં દાતરડું ખોપીને ક્રુર હત્યા કરી નાંખી હતી.

આમ આ કળયુગી માતાએ દીકરીના જન્મના એક દિવસ બાદ જ હોસ્પિટલમાંથી રજા લઈને તે પોતાના ઘરે પહોંચી હતી અને ઘરે પોહચીને આ ક્રૂર માતાએ પોતાની માસૂમ દીકરીને મોતને ઘાટ પણ ઉતારી હતી. અને આ માસૂમ દીકરીને ક્રુર રીતે મારી નાંખનાર માતા સામે સમાજ ખૂબ ફીટકાર વરસી રહ્યો છે.

આ બનાવની ઘટનાથી મધ્યપ્રદેશમાં ચકચાર મચી ગઈ છે.અને લોકોમાં ધ્રુજારી ફરી વળી છે.મળતી માહિતી પ્રમાણે આ હચમચાવી મૂકતો બનાવ મધ્યપ્રદેશના ઈન્દોરમાં લોકો સામે આવ્યો છે.જેમાં આરોપી મંજુ નામની મહિલાએ 12 ફેબ્રુઆરીના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો.અને તેના પરિવારજનોએ તેની અડધી સારવાર કરાવી 13 ફેબ્રુઆરીએ મંજુને દવાખાનામાંથી રજા લેવડાવી દીધી હતી.અને તેઓ બાળકી સાથે ઘરે પોહચ્યા હતા .

અને ઘરે પહોંચતા જ આરોપી મંજુ માતાએ પોતાની ફુલ જેવી બાળકીની છાતીમાં દાતરડું ખોપી દીધું હતું.અને તેને મારી નાખી હતી. એટલું જ નહીં આ નરાધમ માતા મંજુએ ત્યાર પછી દીકરીના પેટ અને ડોકના ભાગે કેટલાય દાંતરડના વાર કર્યા હતા. જેમ એક ખાટકી બકરાને હલાલ કરતો હોય.એક દિવસની માસુમ ફુલ જેવી બાળકીની ચીખો પાડોશીઓએ પણ સાંભળી હતી.

પરંતુ તેઓ બિચારા સુ કરે.અને આ પરિવારજનોએ નવજાત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જેથી ડોક્ટર પણ માસુમની હાલત જોઈને ભાવુક થઈને રડી પડ્યા હતા.આમ તો ડોક્ટરોએ માસુમને બચાવવામાં કોઈ કસર છોડી નહોતી. પરંતુ અનેક પ્રયત્નો પછી પણ ડોક્ટરો માસુમને બચાવી શક્યા નહોતા.અને ડૉક્ટર સામે આ મહિલા અને તેના પતિએ ખોટી કહાની ઘડી કાઢી હતી. અને કહ્યું હતું કે ડિલિવીર બાદ જે બ્લિંડિંગ થાય છે તેના કારણે આમ બન્યું છે.

જેથી બાદમાં પોલીસે મંજુ અને તેના પતિ સહિત 4 પરિવારજનોની અટકાયત કરી તેમની સારી રીતે પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે આ જ્યાં તેઓને એક દીકરો જોઈતો હતો પણ એના બદલે દીકરીનો જન્મ થતાં તેમણે તેની હત્યા કરી હોવાની વાત પોલીસ સામે કબૂલી લીધી હતી.આ ક્રૂર માતા મંજુને એક દીકરી પહેલાથી જ હતી અને એક વખત ગર્ભપાત પણ થયો હતો. જેથી લઈને તેણે આ પગલું ભર્યું હતું.અને આ બનાવથી આરોપી મંજુ સામે સમાજના લોકો તરફથી ફીટકાર વરસી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top