મિત્રો આજે અમે તમારી માટે ખાસ ઉપાય લઈ ને આવ્યા છે અને ઉપાય એવો છે કે તેની મદદથી તમે સમય રહેતાં પેહલાં જ સર્પ દોષ થી છુટકારો મેળવી શકો છો.જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષની સમસ્યા હોય તો વ્યક્તિને તેના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.કોઈ કારણોસર તેના કામમાં વિક્ષેપ પડતો હોય છે.અન્ય દોષ ની જેમ આ દોષ પણ ખુબજ ભયંકર છે આ દોષથી તમારી તરક્કી અટકી જાય છે.પછી ભલે તે વ્યક્તિ કેટલી પ્રયત્નો કરે સફળતા મેળવવામાં તે અસફળ રહેશે.માટે આજે આવી મુશ્કેલી માટે એક ખાસ ઉપાય લઈને આવ્યાં છે તો આવો જાણી લઈએ આ ઉપાય વિશે.
મિત્રો આ માહિતી તમારે શરુઆત થી લઈને અંત સુધી જોવાની છે માટે આવો હવે શરુઆત કરીએ આ ખાસ ઉપાય ને કેવી રીતે કરવો તે વિષય પર ચર્ચા ની.જો કોઈ વ્યક્તિ કાલસર્પ દોષથી પીડિત છે.તો પછી તેણે આ ઉપાય જાતે જ કરવો પડશે, જો તમે સતત 21 દિવસ આ ઉપાય કરો તો તમને તેનો ફાયદો થશે મિત્રો હંમેશા યાદ રાખો કે તમારે સર્વ કામ કર્યા બાદ તેના ફળની આશા રાખવાની નથી માત્ર તમારે નિષ્ઠા પૂર્વક આ કામ કરવાનું છે આવો આગળ જાણીએ.
મિત્રો આ દોષ અન્ય દોષ કરતાં પણ ભયંકર માનવ માં આવે છે કારણ કે આ દોષ લગવાથી ઘરની સ્થિતિ માં નબળાઈ આવવા લાગે છે દરેક પ્રકારે તમને નુકશાન થવા લાગે છે.જો તમે કાલસર્પ દોષથી પરેશાન છો તો તમારે આ ઉપાય 21 દિવસ કરવો જોઈએ તમારા સમય અને સગવડ પ્રમાણે તમે આ ઉપાય સવાર સાંજ કરી શકો છો તમે આ ઉપાય શનિવારથી શરૂ કરો અને 21 દિવસ સુધી બ્રહ્મચર્યનું સતત પાલન કરો જો તમે સવાર-સાંજ આ ઉપાય કરી રહ્યા છો.જો સાવરે તો 21 દિવસ સવારે અને જો સાંજે તો 21 દિવસ સાંજે કરવાનો છે.
મિત્રો હવે વાત કરીએ આ ઉપાય માટે તમારે શુ શુ કરવાનું છે તો આવો જાણીએ.તો પહેલા સરસવનું તેલ અથવા ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને શનિવારે અને પહેલા દિવસથી 21 દિવસની વચ્ચે કોઈપણ દિવસો માં જેટલા મંગળવાર આવે છે.ખાસ કરીને તે દિવસોમાં તમારે તમારા હાથથી લાલ દોરામાં આંકડા ના 11 પાંદડાઓની માળા બનાવવી જોઈએ તમે આ ઉપાય સવારે 8:00 થી રાત્રે 9: 00 ની વચ્ચે કરી શકો છો.મિત્રો ખાસ યાદ રાખો સવારે 8 વાગ્યે કરો છો તો 21 દિવસ તમારે દરોજ સાવરે 8 વાગ્યેજ કરવો પડશે અને જો સાંજે કરો છો તો તમારે દરોજ સાંજે એકજ સમયે કરવાનો રહેશે.
મિત્રો યાદ રાખો હંમેશા આ ઉપાય કરતાં પેહલાં સ્નાન અવસ્ય કરવું જોઈ શુદ્ધ અને પવિત્ર થઈ નેજ આ ઉપાય કરો.તમારે શુદ્ધ અને પવિત્ર બની ને કોઈપણ હનુમાન મંદિરમાં જવું અને પહેલા હનુમાનજીની સામે દીવો પ્રગટાવવો જોઈએ તે સાથે તમે ઓમ હનુમતે નમ મંત્રનો જાપ બે વખત કરો જ્યારે તમે આ મંત્રનો પાઠ કરો છો જો તે દરમ્યાન હનુમાન જીને તમારા મનમાં કાલસર્પ દોષની અસરોથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરો તે પછી તમારે સવારે 5 વાર અને સાંજે બે વાર હનુમાન ચાલીસાના પાઠ કરો એટલે કે તમારે 1 દિવસમાં 7 વાર પાઠ કરવાના છે.મિત્રો થોડો સમય કાળી ને તમે આટલું તો કરીજ શકો છો માટે તમારે કોઈપણ સંજોગોમાં આટલું તો કરવાનું જ છે.
મન પવિત્ર રાખીને આ કામ કર્યું હશે તો તમને ચોક્કસ તેનું પરિણામ મળશે જ તમારે આ સતત 21 દિવસ સુધી કરવું પડશે તમારે આંકડા ના પાંદડા ની હનુમાનજીને માળા ચઢાવવી જોઈએ જો તમે આ ઉપાય નિયમિત કરો તો તે કાલસર્પ દોષને દૂર કરશે અને હનુમાનજીની કૃપાથી તમારી વેદના સમાપ્ત થશે.મિત્રો આ ઉપાય માટે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે સર્પદોષ માટે કોઈપણ ઉપાય કામ નથી કરતો ત્યારે આ ઉપાય ખુબજ કામમાં આવે છે.માટે તમે પણ સર્પ દોષ ઉતારવા માંગતા હોય તો આ તમારા માટે ખુબજ ઉપયોગી છે.