તમને આ વાત જાણીને નવાઈ લાગી હશે પણ ખરેખર આ નારિયલ એવી વસ્તુ છે કે જેને સંસ્કૃત ભાષા મા શ્રીફળ તરીકે ઓળખવા મા આવે છે અને જેને ઘણાં ખરા લોકો તળપદી ભાષા મા તેને ટોપરાં તરીકે પણ ઓળખે છે એટલે કે પ્રભુ નું ફળ એમ અનેક નામથી નાળિયેર ને ઓળખવામાં આવે છે અને દરેક ધાર્મિક કાર્ય મા લગભગ શ્રીફળ ની યાદી સૌપ્રથમ હોય છે.પણ અમુક લોકો તો શ્રીફળ ની ટેક પણ લેતા હોય છે અને પ્રભુ તેની મન ની તમામ મહત્વકાંક્ષાઓ પણ પૂર્ણ કરે છે.આથી વિશેષ શું તમને ખ્યાલ છે કે શ્રીફળ ભાગ્ય પણ પરિવર્તિત કરી શકે છે.આવું કેવી રીતે શક્ય બને છે તો તમારે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે સંપૂર્ણ લેખ ને ધ્યાનપૂર્વક વાંચવો પડશે.હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિ થી લઈને દરેક શુભકાર્યો મા શ્રીફળ ની ગણતરી સૌથી પહેલા કરવામા આવે છે કારણ કે શ્રીફળને શુભ માનવામાં આવે છે અને મનુષ્ય ના શરીર ના આકાર સાથે ઘણું મળતું આવે છે માટે તેને વધારે શુભ મનાય છે અને આ શ્રીફળ ને મનુષ્ય નું મસ્તિષ્ક ગણવામા આવે છે.જો કોઈ ની કુદ્રષ્ટી તેના પર લાગી હોય તો પણ શ્રીફળ ની સહાયતા થી તમે તેને ઉતારી શકો છો.પણ મુખ્ય મુદ્દા પર વાત કરવામાં આવે તો તમને પૂર્વે એક વાત જણાવી દઈએ કે આ શ્રીફળ નો ઉપયોગ જો અમુક વિશિષ્ટ પ્રકારે કરવામા આવે તો ઘર મા ધન ધાન્ય ની ક્યારેય પણ ઉણપ આવતી નથી અને તમે સુખ શાંતિથી રહી શકશો.તમને પણ આનો મોકો મળી શકે છે કારણ કે તમે પણ આ સરળ ઉપાયો ને અજમાવી શકો છો અને જો તમારા ધંધા મા કોઈ ની કુદ્રષ્ટી લાગી હોય તો શ્રીફળ ને ચંદન ના પાંચ ચાંદલા કરો અને તેને ચારે દિશા માંથી ઉતારી ને ચાર ચોક મા મૂકી દો અને આ કામ તમારે જાતે જ કરવું પડશે બીજા કોઈને દ્વારા તમે આ કામ કરાવી શકતા નથી અને ત્રણ દિવસ ની અંદર તમને રાહત થતી હોય તેવું જોવા મળશે તમને આ બધી જાણકારી હોવી જ જોઈએ અને જો કોઈ નાનું બાળક વારંવાર રડયા કરતું હોય અને વ્યવસ્થિત રીતે જમતું પણ ના હોય તો પ્રભુ ની ટેક થી સારું થઇ શકે છે.તમારી આવી ટેક રાખવાની પણ જરૂર પડી શકે છે.પ્રભુ ને મનોમન એવી પ્રાર્થના કરો અને શ્રીફળ ની પ્રસાદી ધરવાની માનતા પણ કરી શકો છો.આવા કર્યો તમારે અવશ્ય કરવા જોઈએ જેનાથી તમને ઘણી સફળતાઓ મળતી રહેશે અને આવા શુભકાર્ય કોઇપણ પ્રકાર નું હોય તેનો પ્રારંભ કુળદેવી અથવા તો તમને જેમના પર અતૂટ શ્રદ્ધા હોય એ દેવતા કે દેવીના નામનું શ્રીફળ વધેરી ને તેનો પ્રારંભ કરી શકાય છે.જો તમને કોઈ પણ જાતની પરેશાની હોય તો પણ તમે આવી ટેક રાખી અને કામ કરી શકો છો.ઘર મા જો નાણાં ની ઉણપ સર્જાઈ હોય તો કોઈ ગરીબ ને શ્રીફળ ના કાચલાં ની અંદર જમવાનું આપો.ત્રણ માસ ના સમયકાળ સુધી તમારી અનુકૂળતા પ્રમાણે આ કાર્ય કરો અને પછી તમને જે સુખ-શાંતિ નો અનુભવ થશે તેનું તમે વર્ણન નહીં કરી શકો.અગિયારસ ના દિવસ દરમિયાન કુળદેવી ના દેવસ્થળે જઈને દેવી ના ચરણો મા શ્રીફળ વધેરવા થી જીવન મા ચારેય તરફ સમૃદ્ધિ આવી શકે છે.જે વ્યક્તિ નું સગપણ થતું ના હોય તે વ્યક્તિ જો શ્રીફળ અને ગોળ હનુમાનજી ના મંદિરે દર શનિવારે ભોગ સ્વરૂપે ધરે તો તુરંત જ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.જો તમે તમારી દેવી કે દેવતાને માનતા હોય તો તમારે તેમનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી માતાજી તમારા પર રાજી રહેશે.જે વ્યક્તિ ના મન મા દબાણ અને તણાવ નુ પ્રમાણ વધુ પડતું રહેતું હોય તેમણે દર સોમવાર ના દિવસે શ્રીફળ લઈને પાસે ના મંદિરે જઈને દેવતા કે દેવી નું ધ્યાન ધરવું.ત્યારબાદ એ શ્રીફળ ને એ મંદિરે જ પ્રસાદી સ્વરૂપે બધા ને વહેંચી દેવું.અહી જણાવવામાં આવેલ ઉપાયથી તમે સુખ સમૃદ્ધિ તમારી નજીકમાં આવશે અને તમારું ધ્યાન માતાજી રાખશે અને ચારેબાજુ તમારી સુગંધ ફેલાશે આટલું જ નહીં પણ આ શ્રીફળ થી અસફળ કાર્ય ને પણ સફળ બનાવી શકાય છે જેનું ખાસ ધ્યાન રાખવું અને આ શ્રીફળ એટલે સ્વયં પ્રભુ નું સ્વરૂપ એવું પણ કહી શકાય કારણ કે શ્રીફળ મા પ્રાકૃતિક ગાળેલું પાણી ભરેલું હોય છે.આ ઉપરાંત પણ શ્રીફળ નો ઉપયોગ અનેક જગ્યાએ કરવામા આવે છે કારણ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેથી અન્ય અનેકવિધ લાભો પણ પ્રાપ્ત થાય છે જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.