ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની નિમણૂક કોંગ્રેસ તરફથી કરી દેવામાં આવી છે. તેની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે હાલ ભરતસિંહ સોલંકીને યથાવત્ રાખવાનો નિર્ણય પણ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને પોતાના પદ પર હાલ યથાવત રાખ્યા છે.
ગુજરાતમાં ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ જીતી ન શકી તેથી ભરતસિંહ સોલંકીને રાજીનામું આપી દેવા કહેવાયું છે અને તેએકાદ અઠવાડિયામાં સોલંકી રાજીનામું આપશે, તેવી પણ વાતો વહેતી થઈ હતી. જો કે આ અટકળ બાદ હાલ ભરતસિંહને તેમના પદ પર યથાવત્ રાખવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની સૂચનાથી કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ આ મતલબનો પત્ર તમામ પ્રદેશ પ્રમુખોને મોકલી આપ્યો છે.