પુત્ર ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી બન્યો, માતા લોકોના ઘરમાં રોટલા ઘડે છે

અમદાવાદઃ ‘જ્યારે દુનિયા માનતી કે વાત માત્ર શબ્દોથી જ કહી શકાય ત્યારે ચાર્લી ચેપ્લિને એક પણ શબ્દ બોલ્યા વિના દુનિયાને હસાવેલી. આપણે માનતા કે માત્ર મહિલાઓ જ રસોઈ બનાવી શકે ત્યારે સંજીવ કપૂરે દુનિયાને પોતાના હાથની રસોઈની દિવાની બનાવી. ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના સફળતા ન મળે એ માન્યતાને તોડીને શાહરુખ બોલિવૂડનો બાદશાહ બન્યો. આ વાત પરથી આપણે એ શીખવાનુ છે કે આપણે માત્ર એ નક્કી કરવાનુ છે કે આપણે શું કરવાનુ છે.’ આ શબ્દો છે રાજ્યના યંગેસ્ટ IPS સફિન હસનના. ગુજરાત યુનિવર્સિટીની હેલ્ધી કેમ્પસ મીટમાં વતેમણે આ વાત કહી.તેમણે કહ્યું કે, ‘મને હાર્ડવર્ક, કમિટમેન્ટ, વેલ્યૂ અને સોસાયટી પ્રત્યેની જવાબદારીનું વ્યસન છે.

‘ બનાસકાંઠાના કણોદરના સફિનની ગઈકાલથી જ IPSની ટ્રેનિંગ શરૂ થઈ રહી છે પણ તેમનો વિચાર તો આઈએએસ બનવાનો હતો તેથી તેઓ ફરીથી યુપીએસસી આપશે. જેની તૈયારી પણ તેઓ અત્યારથી કરી રહ્યા છે.અમે તેમની સાથે વાત કરીને જાણી તેમના સંઘર્ષની શરૂઆતથી માંડીને સફળતાના શીખર સુધીની સંપૂર્ણ સ્ટોરી.

સફિન હસને કહ્યું, હા, મને વ્યસન છે, હાર્ડવર્કનું, કમિટમેન્ટનું, વેલ્યૂનું અને સોસાયટી પ્રત્યેની જવાબદારીનું

* સ્કૂલમાં કલેક્ટરનું સન્માન જોઈને આઈએએસ બનવાનુ નક્કી કર્યુ

હું 10 વર્ષનો હતો. સ્કૂલમાં લાલ ગાડી અને કલેક્ટરનું માન-સન્માન જોઈને મનોમન કલેક્ટર બનવાની ગાંઠ વાળી લીધી.

*કોલેજની ફીના પણ પૈસા નહોતા : સગા-સંબંધીઓએ મદદ કરી
ધો.10 ગામમાં રહીને પૂર્ણ કર્યુ. પાલનપુરની સ્કૂલે પરિસ્થિતિ જોઈને ધો.11-12ની ફી માફ કરી. એન્જિનિયરિંગની ફીના પૈસા નહોતા. સગા-સંબંધીઓએ મદદ કરી. પૈસા ઓછા પડતા એટલે ટ્યુશન કરાવતો. કોલેજ બાદ UPSCના ક્લાસિસના પૈસા નહોતા. ગામના હુસેનભાઈ અને ઝરીનાબેને પૈસા આપ્યા અને દિલ્હીમાં ક્લાસ શરૂ થયા.

* એક જ વર્ષની તૈયારીમાં યુપીએસસી-જીપીએસસી ક્લિયર કરી
જૂન 2016માં તૈયારી શરૂ કરી અને 2017માં UPSC-GPSC આપી GPSCમાં 34મો અને UPSCમાં 570મો રેન્ક મેળવ્યો

*અકસ્માતમાં અનેક ઈજાઓ છતાં પરીક્ષા આપી : ઈન્ટવ્યૂ બાદ ઓપરેશન કરાવ્યું

UPSC મેઈન્સનું ચોથુ પેપર સવારે 9 વાગ્યે હતું. 8:30 વાગ્યે ટુ વ્હિલર સ્લિપ થતા ઘુંટણ, એલબો અને માથા પર ઈજા થઈ પણ જમણો હાથ સેફ હોવાનો આનંદ થયો. યુપીએસસીનું પેપર લાંબુ હોવાથી હાથ દુ:ખે તો લેવા પેઈનકિલર લઈને જાતે ડ્રાઈવ કરીને સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો. છ પેપર બાદ એમઆઈઆર કરાવ્યો તો ખબર પડી કે ઘુંટણનો લિગામેન્ટ તૂટી ગયયેલો. ઓપરેશન કરાવવાનુ હતુ પણ એ ઈન્ટરવ્યૂ બાદ જ કરાવ્યું.

* સતત તાવ આવતો હોવા છતાં ઈન્ટરવ્યૂમાં દેશમાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા

યુપીએસસીનું ઈન્ટરવ્યૂં 23 માર્ચે હતું, 20 ફેબ્રુઆરીએ મારા WBC કાઉન્ટ વધીને 30 હજાર સુધી પહોંચી ગયા. બોડીમાં ઈન્ફેક્શન આવ્યું. સતત તાવ રહેતો હતો. 15 માર્ચે ડિસ્ચાર્જ થઈને દિલ્હી પહોંચી ગયો, એક વીક તૈયારી કરી ઈન્ટરવ્યૂમાં દેશમં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top