હાલમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનાંને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે લોકડાઉનમાં લોકો ઘરની અંદર કંટાળી જતાં હોય છે. ખાસ શહેરી વિસ્તારોમાં લોકો વધારે કંટાળી જતાં હોય છે. લોકડાઉનનાં સમયમાં ઘરેલું કંકાસના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેવામાં સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
લોકડાઉન ના સમય માં ઘરમાં ને ઘરમાં કંકાસ ઘરમાં જ નીકળતો હોય છે. તમે ઘણા કિસ્સા જોયા પણ હશે કે લોકડાઉન ના ચલતે કોઈએ ખોટા પગલાં ઉઠાવી લીધા હોય આજે પણ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે.
માથા ફરેલા પતિએ પત્ની ના એવાં હાલ કરી દીધાં કે જાણી તમે પણ ચોંકી જશો.સુરતમાં પતિએ જ પત્નીને મૂઢ માર મારી હત્યા કરી દીધી હતી અને તેની લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. અને તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હત્યા પાછળનું કારણ જણાવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ દેવઢ ગામની આ ઘટના છે.
અહી રહેતાં એક પરપ્રાંતીય યુવાન લિંબાયત પોલીસ સ્ટેશને આવીને કહ્યું હતું કે, મેં મારી પત્નીની હત્યા કરીને તેની લાશને ખેતરમાં ફેંકી દીધી છે. મારી પત્ની મારી હોવા છતાં પણ મારી સાથે સબંધ બાંધતી ના હતી માટે મેં એનું ખૂન કરી નાખ્યું છે.
હત્યાની વાત સાંભળતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હતી. પોલીસ તપાસમાં પતિએ જણાવ્યું કે, પત્ની શારીરિક સંબંધ બાંધવા દેતી ન હતી. પત્નીને તે પસંદ ન હતો. અને જેથી તે વતન બિહાર જવાની માગ કરતી હતી. પણ લોકડાઉનને કારણ તે ઘરમાં જ રહેતી હતી.
બન્ને વચ્ચે અવારનવાર ઘણી બબાલો થતી હતી જેના કારણે આ વખતે મામલો વધુ ગરમી ભર્યો બન્યો હતો. પત્ની ને શારીરિક સંબંધ ની જરા પણ ઈચ્છા ના હતી પરંતુ પતિ પોતાની વાત થી ઉતરવા માંગતો ના હતો અને તે સતત તેને આ માટે ફોર્સ કરતો હતો.
ગઈકાલે બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે રોષે ભરાયેલાં પતિએ પત્નીને મૂઢ માર માર્યો હતો.પતિનાં મારથી પત્નીનું ઘરમાં જ મોત નિપજ્યું હતું અને બાદમાં તેની લાશને સીમમાં ફેંકી દીધી હતી. જે બાદ પતિ લાશની પાસે થોડા સમય માટે બેસી રહ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પતિએ બધું કબુલ્યું હતું કે મેજ તેનું ખૂન કર્યું છે. તે મારી વાત માનવ માટે તૈયાર ન હતી માટે મેં તેનું ખૂન કર્યું છે.