હાર્દિક પટેલનો જળ ત્યાગ, પૌત્ર હાર્દિકને જોઈ દાદાની આંખો થઈ ભીની

પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે. ગઈકાલે(29 ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હતી. આજે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે,’સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે, જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં, જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે!! ગુજરાતમાં જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે. ‘

પૌત્રને જોઈ દાદાની આંખો થઈ ભીની, સમાજના ન્યાય માટે લડવા કર્યો પ્રોત્સાહીત

ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિકને મળવા માટે ગામડેથી તેના દાદા આવ્યા હતા. આ અંગે હાર્દિકે ટ્વિટર પર લખ્યું કે, આજે ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મારા દાદા ગામડેથી મને મળવા માટે આવ્યા હતા. દાદાની આંખો ભીની હતી અને દુઃખી હતા. પરંતુ તેમણે કહ્યું કે લડ ખેડૂતોની વાત છે. આપણી ગઈકાલ મજબૂત હતી, પણ આવનારી કાલ ખૂબ જ ખરાબ છે. તારે લડવાનું છે, આપણા સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોની દેવા માફી કરાવવાની છે. દેશને ખવડાવનારા ખેડૂતો ગરીબ અને લાચાર થઈ ગયા છે, આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું. હવે સહન હીં કરીએ, લડીશું ત્યારે જ તો બેટા જીતીશું.

આ ઉપરાંત કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદીન શેખ(દરિયાપુર) અને ઇમરાન ખેડાવાલા (ખાડિયા), પૂર્વ પ્રમુખ અમદાવાદ કોંગ્રેસના પંકજભાઈ શાહ પણ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ છાવણી પહોંચ્યા હતા.

આંદોલનને મુસ્લિમ સમાજનું સમર્થનઃ ઈમરાન ખેડાવાલા-ગ્યાસુદ્દીન શેખ

આ દરમિયાન ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું કે, ‘લોકશાહીનું હનન થઈ રહ્યું છે, લઘુમતી સમાજનું સમર્થન છે, ખેડૂતોનો મુદ્દો હોઈ કે બીજો મુદ્દો હોઈ અમારું સમર્થન છે’.જ્યારે ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, હાર્દિક પટેલની જે કિલ્લે બંધી કરવામાં આવી છે, તે જોતા લાગે છે કે સરકાર એક એવો માહોલ ઉભો કરી રહી છે કે બીજો કોઈ સમાજ આંદોલન ના કરે, સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હાર્દિકના આંદોલન ને સમર્થન આપીએ છીએ’

હાર્દિકની તબિયત સારી ન હોવાથી રાજદ્રોહના કેસમાં 14 સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ

રાજદ્રોહના કેસમાં આજે સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહેતા, તેમના વકીલે રજૂઆત કરી હતી કે હાર્દિક પટેલની તબિયત સારી ન હોવાથી તે સુનાવણીમાં હાજર રહી શકશે નહીં. જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી વધુ સુનાવણી 14 સપ્ટેમ્બરના રોજ રાખીને તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કર્યો છે.

હાર્દિકના શરીરમાં એસીટોનનું પ્રમાણ વધ્યું, કિડની પર થઈ શકે અસર

હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે,શરીરમાં એસીટોનનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે કિડની અને હ્રદય પર અસર થઇ શકે છે. આ ઉપરાંત તેને શ્વાસ લેવાની તકલીફ, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને મગજ પર પણ અસર થઈ શકે છે. ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પાણીનો ત્યાગ કરવો તેમના શરીર માટે હાનિકારક છે. જેટલી વાર ચેકઅપ કર્યા એટલી વાર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. પાણી અને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. ગઈકાલની સરખામણીએ આજે પણ વજનમાં 600 ગ્રામનો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં સાડા ચાર કિલો વજન ઘટ્યું છે.

પાણી પીવાનું છોડવાથી કિડની-હ્રદય પર થઈ શકે અસરઃ ડૉક્ટર

હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, યુરીન અને બ્લડનું એસીટોમ લેવલ ચેક કરવું પડે. સીરમ એસીટોમનું પ્રમાણ વધ્યું છે, ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પાણીનો ત્યાગ કરવો તેમના શરીર માટે હાનિકારક છે. કિડની અને હ્રદય પર અસર થઇ શકે છે. જેટલી વાર ચેકઅપ કર્યા એટલી વાર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.પાણી અને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. ગઈકાલની સરખામણીએ આજે પણ વજનમાં ઘટાડો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. અત્યાર સુધીમાં સાડા ચાર કિલો વજન ઘટ્યું છે.

પ્રવેશ બંધી મામલે હાર્દિકની અરજીને હાઇકોર્ટના જજે કરી નોટ બિફોર મી

આજે ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલના ઘર પર પ્રવેશબંધી મામલે પાસ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી થઈ હતી. આ અરજીને જજ પી.પી. ઢોલરીયાએ નોટ બિફોર મી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top