યુવક યુવતીને નશો કરાવી તેની સાથે સમાગમ કરતો, સતત આનુ આજ ચાલતાં યુવતી દેહવ્યાપાર માં જોડાઈ અને ત્યારબાદ જે થયું….

આજે એક એવો કિસ્સો આવ્યો છે જે ખુબજ દુઃખનિય પણ છે એક સીધી યુવતી કેવી રીતે દેહવ્યાપાર માં ડૂબી ગઈ તેને ખબર પણ ના રહી આવો જાણીએ આ કિસ્સો.

સારિકાનું માથું ધમધમતું હતું. નશાની અસર ધીમે ધીમે તેની ચેતનાને બહેરા બનાવી રહી હતી. એ પલંગ પર ઢળી પડી અને તેના પર એક ગુલાબી બેહોશી છવાઈ ગઈ. જ્યારે તેને સપનાંની દુનિયા સરકી ગયાનો ખ્યાલ આવ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના બદનને ખૂંદી રહ્યું હતું. આંખો ખોલીને જોતાં ઘડીભર તો તેને વિશ્વાસ પણ ન બેઠો. બંકિમ તેના શરીર પર ઝળૂંબી રહ્યો હતો. પોતાનું આખું શરીર નગ્ન હતું સારિકાના મોંમાંથી એક તીણી ચીસ  નીકળવાની હતી ત્યાં જ બંકિમે તેના એક હાથ વડે તેનું મોં દબાવી દીધું.

પોતાનું કૌમાર્ય લૂંટાઈ જવાથી સારિકા ધૂ્રસકે ધૂ્રસકે રડી પડી. તેને રડતી જોઈને બંકિમે કહ્યું, ”સારિકા, રડવાથી હવે કંઈ વળશે નહીં. જે થવાનું હતું, તે થઈ ગયું. હવે એ ભૂલી જા. જો, હું તારી સાથે જ છું અને તને કોઈ તકલીફ નહીં પડવા દઉં”તમે તો હવે કંઈ બોલશો જ નહીં. તમે મને ક્યાંયની ન રહેવા દીધી. માણસના રૃપમાં તમે હેવાન છો, એવી તો  મને કલ્પના પણ નહોતી.

તમારા ધંધાના જોરે તમે મને જાળમાં ફસાવી આવી રીતે કોણ જાણે કેટલીય છોકરીઓને તમે ચૂંથી નાખી હશે પણ હવે એવું નહીં બની શકે હું તમારાં કરતૂત જાહેર કરી દઈશ, કે ખરેખર તમે કેવા છો!” સારિકા ક્રોધના આવેશમાં બોલતી હતી.”જરૃર જાહેર કરી દે” એમ કહેતાં બંકિમના હોઠ પર કુટિલ સ્મિત ફરકી ગયું, ”સારિકા, નાદાની ન કરીશ તું રૃપાળી છે, સ્માર્ટ પણ છે.

તારામાં સેલ્સગર્લ માટેના બધા ગુણ છે.  એના આધારે તું ઘણી આગળ વધી શકીશ. તું કદાચ નહીં જાણતી હો, પણ આજે દુનિયામાં પૈસાનું જ મહત્ત્વ છે. તારી પાસે પૈસા હશે, તો બધાં તને માનસનમાન આપશે.તું શું કરે છે એ તરફ કોઈ ભાગ્યે જ ધ્યાન આપશે.

મારી પોલ છતી કરવાથી તને કંઈ ફાયદો મળશે એમ તું માનતી હોય, તો એ તારી ભૂલ છે. એનાથી તને જ વધારે ગેરફાયદો થશે, તું સ્ત્રી છે અને તું જ તારી આબરૃના લીરા ઉડાડીશ તો બદનામી કોની થશે, એ વિચારી લેજે. બધા તને જ કુલટા અને ચારિત્ર્યહીન કહેશે. જો તું પોલીસમાં ફરિયાદ કરીશ, તોપણ મને કશું જ નહીં થાય, બલકે પોલીસ તને જ વાંરવાર હેરાન કરશે.

ધારી લે કે પોલીસ મારી વિરુદ્ધ પગલાં ભરશે, તો હું નાણાંની કોથળીના જોરે તેમનું મોં બંધ કરી દઈશ, પણ આટલું બધું થયા પછી તું તારા કુટુંબ અને સમાજ સામે ઊંચું માથું રાખી ફરી શકીશ?આવા સંજોગોમાં કોઈ તારી સાથે લગ્ન કરવા તૈયાર થશે? ના, સારિકા! શા માટે હાથે કરીને પગ પર કુહાડો  મારવા તૈયાર થઈ છે?

જો, તું માને છે એવો હું ખરાબ માણસ નથી. આજથી હું તને સેલ્સ ગર્લમાંથી પર્સનલ  આસિસ્ટન્ટ બનાવી દઈ અને તારો પગાર પણ વધારી આપીશ વિચાર તો કર, તારા પગાર વધારાથી તારી માતાને કેવો આનંદ થશે! તું એની આ ખુશીને શા માટે ઝૂંટવી લેવા  ઈચ્છે છે? તારી બદનામી થાય પછી એ જીવી શકશે? સમાજ વચ્ચે ગૌરવપૂર્વક ઊંચા માથે ચાલી શકશે? લાંબો વિચાર કરીને પગલું ભરજે સારિકા!”

સારિકા હજી પણ ડૂસકી ભરતી હતી. તેના મનમાં બંકિમ માટે ભારોભાર તિરસ્કાર હતો. એ તેનો ચહેરો ઘાયલ બિલાડીના ખુન્નસથી વતરડી લેવા ઈચ્છતી હતી, પણ તેની વાત સાંભળીને વિચારવા લાચાર બની ગઈ.

એ બરાબર સમજતી હતી કે બંકિમ વિરુદ્ધ બોલવાથી માત્ર પોતાની જ બદનામી થશે… સમાજ તો પોતાને જ જેમ ફાવે તેમ બોલશે તેને જ હલકા ચારિત્ર્યની કહેશે પોતે પછી મા, ભાઈ, બહેનને મોં કઈ રીતે બતાવી શકશે?સમાજ તેના પર થૂંકશે આ નોકરી તો જતી જ રહેશે, પછી બીજી કદાચ ન પણ મળે પછી તેને કોણ નોકરીએ રાખશે?

હલકા ચારિત્ર્યની છોકરીને નોકરીએ રાખીને કોણ બદનામી વહોરી લેવા તૈયાર હોય? એના કરતાં તો સંજોગો સાથે સમાધાન કરી લેવું હિતાવહ છે તેણે આંસુ લૂછ્યાં અને શરીર પર ચાદર ઢાંકી ઊભી થઈને તે બાથરૃમમાં ચાલી ગઈ. બાથરૃમમાંથી પાછી બહાર આવી ત્યારે તે સ્વસ્થ થઈ ગઈ હતી. તેણે બધી બાજુઓનો વિચાર કર્યા પછી આખા બનાવને ભૂલી જવામાં જ ડહાપણ  માન્યું.

”સરસ નિર્ણય છે, સારિકા! તેં ખરેખર એક ડહાપણભર્યો નિર્ણય લીધો છે બંકિમે ખુશ થતાં કહ્યું અને પછી નોકરને બોલાવવા ઘંટડી વગાડી. નોકર આવ્યો એટલે તેને બે કપ કોફી લાવવાનું કહ્યું.કોફી પીધા પછી સારિકાએ ઘણી રાહત અનુભવી અને મનનું ભારણ પણ હળવું થયું હોય  એવું લાગતું હતું.

સારિકાને પોતાના  અતીતના ચિંતામુક્ત દિવસ યાદ આવવા લાગ્યા. સેલ્સગર્લ તરીકે પસંદગી થઈ ત્યારે એ કેટલી આનંદમાં આવી ગઈ હતી! તેણે પોતાની માતાને  ઉત્સાહથી કહ્યું, ”મા! જો તારી દીકરીને નોકરી મળી ગઈ,”આ સાંભળીને સારિકાની મમ્મી રંજનના ચહેરા પર આનંદનો ઉજાસ પથરાઈ ગયો હતો, પણ તરત જ એ ઉજાસ આથમી ગયો, કારણ કે જે દીકરીનાં લગ્ન કરીને વળાવી દેવાની હોય તેને નોકરી કરવા ઘરની બહાર મોકલવી પડે એ તેમને ગમતું નહોતું, પણ જો ઘરની હાલત બહુ ખરાબ ન હોત, તો રંજને સારિકાને નોકરી કરવાની કદી છૂટ ન જ આપી હોત.

સારિકાના પિતાનું ઘણાં વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. સારિકાની પછી એક નાનો ભાઈ અને એક બહેન હતી. મા રંજનબાળા એક ખાનગી શાળામાં શિક્ષિકા હતાં અને ઘણાં વર્ષોથી શિક્ષણકાર્ય કરતાં હતાં, પણ લગભગ એક વર્ષ પહેલાં શાળાનાં સંચાલકમંડળે આર્થિક ખોટ જતી હોવાનું કારણ આગળ ધરીને થોડા શિક્ષકોને છૂટા કરી દીધા હતા, તેમાં રંજનબાળાનો પણ સમાવેશ થઈ ગયો હતો.

અચાનક આવી પડેલા આંચકાથી રંજનબાળા ભારે આઘાતને લીધે માંદગીના બિછાને પડયાં.સારિકા પોતાની મમ્મીની ચિંતા સારી પેઠે સમજતી હતી. એક દિવસ હિંમત આપતાં તેણે કહ્યું, ”મા, તું શા માટે ફિકર કરે છે? હું નોકરી શોધી કાઢીશ. આખરે અમને ભણાવ્યાં તેનો ઉપયોગ તો થવો જોઈએ ને.

”ના, બેટા! અમે તને એ માટે થોડી ભણાવી છે કે તું નોકરી કરે અને અમે ખાઈએ? અમે તો એટલા માટે ભણાવી છે કે તને સારો વર અને સારું ઘર મળે” રંજનબાળાએ ખાટલે પડયાં પડયાં જ કહ્યું.”મા, તારે જે માનવું હોય તે માન, પણ હું ગ્રેજ્યુએટ થઈ છું એટલે ગમે ત્યાં સારી નોકરી મળી જશે, તું જરા પણ ચિંતા ન કરીશ”આમ કહીને સારિકા ઘરનાં બીજાં કામે વળગી.

સારિકાએ હવે અખબારની ટચૂકડી જાહેર ખબરમાંથી ‘જોઈએ છે’ ની જાહેરાતો ધ્યાનથી વાંચવાનું શરૃ કરી દીધું. જ્યાં યોગ્ય લાગે ત્યાં અરજી મોકલી આપતી અને બોલાવે ત્યારે ઈન્ટરવ્યૂ પણ આપી આવતી, તેમ છતાં ઘણી દોડાદોડી કર્યા પછી પણ ક્યાંય તેને નોકરી ન મળી, તેથી તે હતાશ થઈ ગઈ. એક દિવસ રોજની જેમ છાપું જોતી હતી, ત્યારે અચાનક તેની નજર જોઈએ છે’ કોલમમાં એક જાહેરાત પર પડી.

એકીશ્વાસે તે આખી જાહેરાત વાંચી ગઈ. તેમાં લખ્યું હતું, ”કન્ઝયુમર્સ આઈટમોનું ઘેર ઘેર ફરીને વેચાણ કરવા માટે સેલ્સમેન અને સેલ્સગર્લ તરીકે ચપળ અને હોશિયાર યુવકો અને યુવતીઓની આકર્ષક પગાર ઉપરાંત વેચાણ પર ઉદાર કમિશનથી નિમણૂક કરવાની છે.

સંપૂર્ણ વિગતો સાથે એક સપ્તાહમાં અરજી કરો…”જાહેરાત વાંચીને સારિકાના હર્ષનો પાર ન રહ્યો. પોતે ચપળ તેમજ સુંદર પણ હતી, તેથી આ નોકરી તેને મળવાની ઘણી સંભાવના હતી. તેણે અરજી મોકલી આપી. નોકરીનું સ્થળ બીજા શહેરમાં હતું, પણ ‘એથી શો ફરક પડે છે? ભણેલી-ગણેલી અને સમજદાર હોવાથી પોતાનું સારું-નરસું સમજવાની તેનામાં  આવડત છે, તેથી મૂંઝાવાની જરૃર નથી.’ એવું મનોમન વિચારીને તે તૈયારી કરવા લાગી.

તેની  અરજીના જવાબમાં ઈન્ટરવ્યૂ માટે હાજર થવાનો પત્ર પણ આવી ગયો. તે માતાની પરવાનગી લઈને ઈન્ટરવ્યૂ  આપવા ગઈ. ત્યાં જઈને જોયું તો ઘણાં યુવક-યુવતીઓ ઈન્ટરવ્યૂ આપવા માટે આવ્યાં હતાં. બીજી યુવતીઓની સરખામણીમાં સારિકા વધારે સુંદર હતી, તેથી તેને જોઈને બધાં આકર્ષાઈ જતાં.

ઈન્ટરવ્યૂ લેનાર એજન્સીનો માલિક બંકિમ યુવાન અને સ્માર્ટ હતો. નાની વયમાં જ તેણે હિંમતપૂર્વક પોતાનો આગવો ધંધો શરૃ કર્યો હતો. તેની એજન્સીની બીજાં શહેરોમોં પણ શાખાઓ હતી. ઈન્ટરવ્યૂ વખતે બંકિમે સારિકાને જોઈ, તે સાથે જ તે તેના પર મુગ્ધ થઈ ગયો. સારિકા ભણેલી-ગણેલી અને સુંદર હતી. વળી, દરેક સવાલનો જવાબ પણ તેણે ચાલાકીથી અને સંતોષજનક આપ્યો હતો. પરિણામે તેની પસંદગી થઈ ગઈ. સારિકા ઉપરાંત બીજાં દસ યુવક-યુવતીઓની પણ પસંદગી થઈ હતી.

બંકિમે પસંદગી પામેલા ઉમેદવારોને પોતાની ગૃહઉપયોગની વસ્તુઓ અંગે વિસ્તારથી સમજાવ્યું. તેમને કઈ રીતે વેચવાથી વધુ ફાયદો મળે, એ બાબતની વિગતવાર માહિતી આપી. ગ્રાહકના હાવભાવ પરથી તેની જરૃરિયાત સમજીને, આપણા માલની ગુણવત્તા જણાવવી, ત્યારપછી નમ્રતાથી માલ ખરીદવાનો  આગ્રહ કરવો આ બધા ગુણ સેલ્સમેન કે સેલ્સગર્લમાં જેટલા વધુ હશે તેટલો વધારે ફાયદો થશે.

સારિકા ચબરાક તો હતી જ, તેથી તેણે ઝડપથી આ બધા ગુણ વિકસાવી લીધા. પોતાના ગૂ્રપ સાથે એ વેચાણ માટે નીકળતી, ત્યારે માલ વેચીને જ પાછી ફરતી. પોતાનો માલ એ એવી હોશિયારીથી રજૂ કરતી કે ગ્રાહક કશી લાંબી રકઝક કર્યા વિના તે ખરીદી લેતા હતા.બંકિમ તેના કામથી ખૂબ ખુશ હતો. તેણે સારિકાને ગુ્રપની ઈનચાર્જ બનાવી દીધી હતી. એટલું જ નહીં, પણ તેનું કમિશન પણ વધારી આપ્યું. સારિકા જ્યારે પોતાનો પ્રથમ પગાર લઈને ઘેર પહોંચી, ત્યારે રંજનબાળાની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી.

હવે નિશ્ચિત આવક થવા લાગી હોવાથી ધીમે ધીમે સારિકાના ઘરની સ્થિતિ સુધરવા લાગી. સારિકાની મમ્મીની તબિયતમાં પણ દેખીતો સુધારો થવા લાગ્યો હતો. નાના ભાઈ-બહેનની જરૃરિયાતો પણ સંતોષાવા લાગી હતી. સંતોષ અને સુખના  અનુભવથી સારિકાનાં રૃપરંગ વધારે ખીલી ઊઠયાં હતાં. પોતાના ગોરા શરીર પર એ ગમે તે રંગનાં વસ્ત્રો પહેરતી ત્યારે અપ્સરાને પણ શરમાવે તેટલી તે દીપી ઊઠતી.

બંકિમ તેના ખીલતા જતા રૃપલાવણ્યને મુગ્ધ બની જોયા જ કરતો હતો.બંકિમ પોતે એક વ્યાવસાયિક વ્યક્તિ હોવાથી વેપાર-ધંધા ઉપરાંતની અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેને એટલો જ રસ હતો. બીજી ચાર યુવતીઓને સેલ્સગર્લ તરીકે પસંદ કરી હોવા છતાં તેનું સમગ્ર ધ્યાન ફક્ત સારિકા પર જ કેન્દ્રિત થયેલું હતું. તેણે તપાસ કરાવી લીધી હતી કે સારિકાના ઘરની આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી તેને નોકરી સ્વીકારવી પડી છે, પણ હવે એ કમાવા લાગી છે, એટલે ઘરની હાલત પણ સુધરી છે. હવે એ ગમે તે હિસાબે નોકરી ચાલુ જ રાખશે, આથી તેની લાચારીનો ગેરલાભ ઉઠાવી શકાય. આમ વિચારીને બંકિમે બીજા શહેરમાં સેલ્સ પ્રમોશનનો એક કાર્યક્રમ ઘડી કાઢ્યો.

આ કાર્યક્રમ હેઠળ તેણે ત્રણ ટુકડીઓ બનાવી. ત્રણેય ટુકડીઓમાં ત્રણ-ત્રણ સેલ્સમેન અને સેલ્સગર્લ વહેંચી દેવામાં આવ્યાં. એક ટુકડીમાં સારિકા અને બે અન્ય સેલ્સમેન હતાં.શહેરમાં પહોંચીને બધાં એક જ હોટલમાં ઊતર્યાં. સહુની જમવાની વ્યવસ્થા પણ એક સાથે જ કરવામાં આવી હતી.

હોટલમાં પહોંચીને બંકિમે બધાંને વિસ્તારપૂર્વક તમામ આયોજન અને અન્ય વિગતો સમજાવી દીધી અને એ પ્રમાણે આગળ વધવા ભલામણ કરી. બીજા દિવસે સવારથી સેલ્સ ટીમને બંકિમે રવાના કરી દીધી અને સાંજ સુધીમાં પ્રગતિનો અહેવાલ જણાવવાની સૂચના આપી.  સહુ તેમને સોંપાયેલ વિસ્તારમાં સેલ્સ પ્રમોશન માટે નીકળી ગયાં. પછી હોટલના રૃમમાં બંકિમ અને સારિકા જ બાકી રહી ગયાં હતાં.

એ બંને હોટલનાં એક જ રૃમમાં હતાં. બધું જ સરળ અને વ્યવસ્થિત હોવા છતાં સારિકા  મનોમન અજંપો અનુભવતી હતી. આમ તો તેને બંકિમ સાથે કામ કરતાં ઘણો બધો સમય થઈ ગયો હતો, પણ તેની સાથે બહાર નીકળવાનો આ પહેલો જ પ્રસંગ હોવાથી તે થોડી મૂંઝાતી હતી. આમ તો તે બંકિમને ખૂબ માન આપતી હતી તેમજ  બંકિમે પણ તેને અવાર નવાર ઘણી મદદ કરી હતી.બંકિમે સારિકા સામે સૂચક નજરે જોઈને ઘંટડી વગાડી.

હોટલનો વેઈટર આવ્યો એટલે બંકિમે તેને વ્હિસ્કી, સોડા અને તળેલા કાજુ વગેરે લાવવાનો ઓર્ડર આપ્યો. આ ઓર્ડરથી સારિકા સહેજ ગભરાઈ ગઈ, છતાં કંઈ બોલી ન શકી. વેઈટર બંકિમને ઓળખતો હોવાથી તે અવારનવાર અહીં આવીને ઊતરતો હશે, તેવું સારિકાએ અનુમાન કર્યું. બંકિમે સારિકા પર નજર ઠેરવતાં કહ્યું, ”શું થયું, સારિકા તું સાવ મૂંગીમંતર કેમ થઈ ગઈ છે? શો વિચાર કરે છે?””કશો વિચાર નથી કરતી, સર સારિકાએ પોતાનો મનોભાવ છુપાવતાં કહ્યું. ”તારી મૂંઝવણ હું સમજી શકું છું. તને કદાચ પ્રશ્ન થતો હશે કે મેં વ્હિસ્કીનો ઓર્ડર શા માટે આપ્યો, ખરું.

”ના સર, એવું કંઈ ખાસ નથી.” સારિકાની વાત સાંભળીને તે ખડખડાટ હસી પડતાં બોલ્યો, ”આપણા માર્કેટિંગના ક્ષેત્રમાં સેલ્સગર્લે આમ સંકોચ રાખવાની જરૃર નથી. આ જ્યારે ફરજનો એક હિસ્સો જ હોય, ત્યારે એમાં શરમ કે સંકોચ રાખવાનો કશો અર્થ નથી.”એટલામાં વેઈટરે આવીને ઓર્ડર મુજબ બધું ટેબલ પર મૂકી દીધા પછી પૂછ્યું, ”બીજું કંઈ, સા’બ?” ના, પણ સાંભળ. અમને કોઈ ડિસ્ટર્બ ન કરે એનું ધ્યાન રાખજે અને કોઈ આવે તો કહી દેજે અમે નથી.”સમજી ગયો, સા’બ!” કહેતો વેઈટર સારિકા પર એક નજર નાખી બહાર નીકળી ગયો.

બંકિમે ઊભા થઈને બારણું અંદરથી બંધ કરી દીધું. આ જોઈને સારિકાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.”આરામથી બેસ, સારિકા!” કહીને બંકિમે ટેબલ પર મુકેલ દારૃની બાટલી ખોલી અને તેણે બે ગ્લાસમાં દારૃ કાઢ્યો. આ જોઈને સારિકા ચોંકી જઈને બોલી, ”સર, તમે બે ગ્લાસ શા માટે તૈયાર કરો છો?” તેની વાત સાંભળીને બંકિમ ખડખડાટ હસી પડતાં બોલ્યો, ”એક તારા માટે અને એક મારા માટે””પણ સર, હું તો નથી પીતી.” સારિકાએ ડરતાં ડરતાં કહ્યું.

”મને ખબર છે, એટલા માટે તો તારી ગેરસમજ દૂર કરવા માટે તને પિવડાવું છું.” બંકિમે તેની સામે તોફાની નજરે જોતાં કહ્યું. ”મને સમજાયું નહીં, સર!” સારિકાએ સહેજ ગભરાટથી કહ્યું.તે જોઈને બંકિમે હસીને ગ્લાસ ભરવાનું ચાલુ રાખ્યું. પછી તેમાં સોડા ઉમેરતાં કહ્યું, ”સારિકા, ક્યારેક કોઈને સાથ દેવા માટે પીવું એ ખરાબ ન ગણાય. સેલ્સગર્લમાં એક ગુણ આ પણ હોવો જોઈએ કે એ પોતાના ગ્રાહક અને માલિકને નારાજ ન કરેપણ સર સારિકાના મોંમાંથી અસ્પષ્ટ અવાજ નીકળ્યો.

તે સાંભળીને બંકિમ બોલ્યો, ”પાછું આ પણ જો સારિકા, મારો આગ્રહ છે કે તું જો એક પેગ લઈશ તો મારું માન પણ જળવાશે અને મને સાથ પણ રહેશે આમેય એક પેગથી કંઈ જ થતું નથી”સારિકા મૂંઝવણમાં મુકાઈ ગઈ. એક બાજુ બંકિમનો ખૂબ દુરાગ્રહ હતો અને બીજી તરફ તેની પોતાની લાચારી હતી. આ બંને વચ્ચે હવે શું કરવું. એનો નિર્ણય એ નહોતી લઈ શકતી. તેને હવે લાગતું હતું કે સેલ્સગર્લ બનવું સરળ નહોતું. એ વિચારવા લાગી કે જો તે બંકિમના આગ્રહને તાબે નહીં થાય, તો કદાચ નોકરીમાંથી પાણીચું પકડાવી દેશે આમ બને તો પછી મા અને ભાઈ-બહેનની શી સ્થિતિ થાય? લાંબું વિચારતાં એ ખૂબ મૂંઝાઈ ગઈ.

દારૃની દુર્ગંધને લીધે તેનું માથું ભારે થવા લાગ્યું. તેને આવી દ્વિધામાં ફસાયેલી જોઈને બંકિમ બોલ્યો, ”સારિકા, ગ્લાસ ઉઠાવીને એકી શ્વાસે ગળે ઉતારી જા. આવી બાબતમાં બહુ વિચાર ન કરાય અહીં બીક રાખવાની જરૃર નથી. હું તારી સાથે છું, પછી તને બીક શાની લાગે છે!”અનિચ્છાએ સારિકાએ ગ્લાસ ઉઠાવ્યો. દારૃની અજાણી ગંધ તેના શ્વાસમાં ઘૂસી ગઈ. ક્યારેક એ ગ્લાસ સામે તો ક્યારેક બંકિમ સામે જોતી હતી. તેને ખાતરી થઈ ગઈ કે બંકિમના આગ્રહને તાબે થયા સિવાય કોઈ રસ્તો ન હતો, ત્યારે તેણે મન કઠણ કરીને એકીશ્વાસે ગ્લાસ ગળા નીચે ઉતારી દીધો.”વેરી બ્રેવ ગર્લ આમ હિંમત રાખ તો ક્યાંય પાછી નહીં પડે” બંકિમે તેનો ઉત્સાહ વધારવા કહ્યું. મનનો ગભરાટ, માથામાં અનુભવાતો ધમધમાટ, દારૃની માદક ગંધ અને તેનો અણગમતો સ્વાદ. આ બધું એકસાથે મળીને સારિકાને અસ્થિર બનાવી મૂકતું હતું.

તેના પર નશાની અસર ઝડપથી થવા લાગી, એટલે તે દીવાલને ટેકે બેસી ગઈ. આખો રૃમ તેને ગોળ ગોળ ફરતો લાગ્યો. તેણે બેય હાથમાં પોતાના લમણા પકડી લીધા. તળેલા કાજુની પ્લેટ તેના તરફ ખસેડતાં બંકિમ બોલ્યો, ”લે આ કાજુ પણ ખા, સારિકા!”સારિકા કાજુ ખાવા લાગી. નશાને લીધે તેનું શરીર શિથિલ થઈ ગયું હતું, પણ તેની વિવેકબુદ્ધિ હજી અમુક હદે જાગ્રત હતી. તેણે જોયું કે બંકિમ ફરીથી ગ્લાસમાં દારૃ રેડતો હતો. એ જોઈને સારિકા બોલી, ”બસ સર, હવે બિલકુલ નહીં.

”અરે સારિકા, એક પેગ તો કંઈ જ ન કહેવાય. એમાં વ્હિસ્કી કરતાં સોડા વધારે હતી” એમ કહેતાં બંકિમે ગ્લાસ તેની સામે ધર્યો. નશાભરી હાલતમાં તેને સમજાતું નહોતું કે બંકિમને ના કેવી રીતે પાડવી. તેને ખાતરી થઈ ગઈ હતી કે બંકિમ ધાર્યું કર્યા વિના છોડશે નહીં અને બીજો ગ્લાસ પણ પીવો જ પડશે…””લે પી જા, સારિકા!” એમ બંકિમે કહ્યું, તે સાથે જ સારિકાએ ગ્લાસ પકડયો અને તે એકીશ્વાસે આખો ગ્લાસ ગટગટાવી ગઈ. આટલી ઝડપથી દારૃ પીતાં જ તેના પર નશાની ભારે અસર થઈ ગઈ અને તે સાવ અવશ બનીને પલંગ પર ઢળી પડી. તેની વિવેકબુદ્ધિ પણ જાણે હવે બહેરી બની ગઈ હતી અને માત્ર વજનદાર  આંખો જ જાગતી હતી.

આજે સારિકા રહીરહીને વિચાર કરે છે કે સેલ્સગર્લ તરીકેની પાંચ વર્ષની કારકિર્દીમાં તેને કેટલો ભોગ આપવો પડયો! પોતાની ઈજ્જત, કુટુંબના લોકો ઉપરાંત મા, ભાઈ અને બહેને કાયમ માટે તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. જેને ખાતર આ કામ સ્વીકારવું પડયું હતું, એ જ માણસો આજે તેની પડખે નહોતાં.

સમાજનાં માણસોએ તેનો બહિષ્કાર કર્યો હતો. સેલ્સગર્લની સાથે સાથે એ કોલગર્લ પણ બની ગઈ હતી અને હવે બધા એ જાણી ગયા હતા. બંકિમ ઈચ્છે ત્યારે, બિછાનાની જેમ તેનો ઉપભોગ કરતો અને એ લાભ તેની એજન્સીના  અન્ય લોકોને પણ લેવા દેતો હતો. સારિકા પોતાની અવદશા પર આજે પેટ ભરીને પસ્તાતી હતી, પણ હવે તેનો શો અર્થ હવે બોવજ મોડું થઈ ગયું હતું….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top