લગ્નમાં વરરાજાને આપવા માગતા હતા મોંઘી ગિફ્ટ, ફ્રેંડ્સે આપ્યું પેટ્રોલ

તમિલનાડુ: પેટ્રોલની વધતી કિંમતોથી સૌ કોઈ પરેશાન છે. ત્યારે પોતાના ફ્રેંડને લગ્નમાં મોંઘી ગિફ્ટ આપવા માગતા અન્ય મિત્રોની શોધ પેટ્રોલ પર આવીને અટકી. અહીં એક વરરાજાને તેના મિત્રોએ લગ્નમાં પાંચ લિટર પેટ્રોલ ગિફ્ટ કર્યું.

5 લિટર પેટ્રોલ આપ્યું લગ્નમાં

એક તમિલ ટીવી ચેનલના રિપોર્ટ પ્રમાણે, કુડ્ડલુરમાં એક લગ્ન દરમિયાન જ્યારે નવદંપતી મહેમાનોનું અભિવાદન કરતા હતા ત્યારે વરરાજાના મિત્રો 5 લિટર પેટ્રોલનું કેન લઈને પહોંચ્યા. ચારે બાજુ થઈ રહેલા હસી-મજાક વચ્ચે વરરાજાએ પ્રેમથી ગિફ્ટનો સ્વીકાર કર્યો. ચેનલે આ ઘટનાનો 39 સેકંડનો વીડિયો પણ બતાવ્યો. જણાવી દઈએ કે, તમિલનાડુમાં હાલ પેટ્રોલનો ભાવ 85.15 રૂપિયા પ્રતિ લિટર છે. વરરાજાના મિત્રોએ કહ્યું કે, આટલું મોંઘું પેટ્રોલ તો ગિફ્ટમાં આપવું જ પડે.

મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાની નજીક

જણાવી દઈએ કે, સોમવારે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઉછાળો આવ્યો. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત 82.06 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 73.78 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 89.44 રૂપિયા અને ડિઝલની કિંમત 78.33 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

આ કારણે વધી રહ્યા છે પેટ્રોલના ભાવ

મહત્વનું છે કે, 1 ઓગસ્ટથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં લગભગ રોજ વધારો થઈ રહ્યો છે. દરમિયાન 13 ઓગસ્ટે કિંમતો ઘટી પણ હતી. જાણકારોનું કહેવું છે કે, નબળો પડતો રૂપિયો અને વધારે એક્સાઈઝ ડ્યૂટી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top