17 વર્ષે નેહાને આવ્યો તેની મમ્મીનો ફોન તેને તો એમ હતું કે તેની માં હવે નથી રહી

વાત છે એક એવી દિકરીની જેણે એક પિતાનો પણ સાથ આપ્યો અને માતાનો પણ. નેહા બાળપણથી ભણવામાં ખુબજ હોશિયાર હતી. સાથેજ તે તેના પિતાના બિઝનેસમાં પણ એટલોજ રસ ધરાવતી હતી. એમબીએ કર્યા બાદ તેણે તેના પિતાની કંપની કંપની સંભાળી લીધી. અને તેના પિતાનું કામ પણ તેણે સરળ કરી કાઢ્યું હતું.

જ્યારે નેહા 8 વર્ષની હતી ત્યારે એક દિવસ તેના પિતાએ તેને કહ્યું. કે મમ્મીનું અકસ્માતમાં મોત થયું છે. પરંતુ હકીકત કઈક જુદીજ હતી. પિતાએ તેની લાડકી દિકરીને માતા અને પિતાનો પ્રેમ આપ્યો અને તેને ખુબ લાડ પ્રેમથી ઉછેરી. 12માં પછી નેહા અમેરિકા આગળના અભ્યાસ માટે ગઈ હતી. જ્યા તેની મુલાકાત તેની સાથે અભ્યાસ કરતા રીષભ સાથે થઈ.

નેહાને રીષભની કંપની મળી ગઈ. અને બંને ખૂબ સારા મિત્રો બની ગયા. અને ટૂંક સમયમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. અમેરિકાથી અભ્યાસ કરીને નેહા જ્યારે પરત ભારત આવી. ત્યારે તેણે તેના પિતાને રિષભ વિશે જણાવ્યું. અને તેના પિતાએ રિષભને મળવા બોલાવ્યો

નેહાને પિતાને ડર હતો. કે તેની મિલકત માટે તેની દિકરીને કોઈ છોકરાએ ફસાવી ના હોય. પરંતુ જ્યારે તેઓ રિષભને મળ્યા ત્યારે તેમનો બધોજ ડર દૂર થઈ ગયો. કારણકે રિષભને મળ્યા પછી નેહાને પિતાને ખબર પડી. કે રિષભે ખૂબ ટૂંકા ગાળામાં પોતાના પગ પર ઉભા રહીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. અને એક કાર અકસ્માતમાં તેના માતા પિતા મૃત્યું પામ્યા હતા. અને તે સમયે રિષભ ખૂબ નાનો હતો. જેથી તેના કાકા કાકીએ તેને ઉછેર્યો હતો.

નેહાના પિતાને લાગ્યું કે તેમની દિકરીની પસંદ યોગ્ય છે. અને તેમના લગ્ન માટે રાજી થઈ ગયા હતા. ધૂમધામથી નેહાના પિતાએ રિષભ સાથે તેના લગ્ન કરાવી આપ્યા. અને પછી નેહા તેના પિતાની કંપની સંભાળતી હતી. સાથેજ રિષભ પણ નેહાની મદદ કરતો હતો . અને સાથેજ નેહા રિષભને પણ તેના બિસનેસમાં હેલ્પ કરતી હતી

લગ્નના એક મહિના ઓફિસમાં કામ કરી રહી હતી. તેજ સમયે તેના મોબાઈલમાં એક રીંગ વાગે છે. અને સામેથી એક મહિલાનો અવાજ આવે છે. મહિલાએ પૂછે છે કેમ છએ બેટા, ત્યારે નેહા કે છે હું મજામાં પણ તમે કોણ, ત્યારે સામેથી મહિલા એવું કે છે. કે હુ તારી મમ્મી ખ્યાતી , નેહાના પગ નીચેથી જમીન સરકી જાય છે. ફોન તેના હાથમાંથી તેજ સમયે નચે પડી જાય છે.

નેહા ફરીથી ફોન ઉપાડીને ગુસ્સામાં બોલે છે કે કોણ બોલે છે. એક વાર ફરી પુછું છું. ત્યારે તેની મમ્મીનો એજ જવાબ હોય છે. કે હુ તારી મમ્મી બોલી રહી છું. નેહાને વિશ્વાસ નથી થતો. પરંતુ તેને વિશ્વાસ અપાવા માટે તેની મમ્મી તેને પોતાનું સરનામું આપે છે. તેની મમ્મીએ તેને બેંગલોરનું એડ્રેસ આપ્યું આપ્યું હોય છે. અને નેહા પહેલી ફ્લાઈટ પકડીને અમદાવાદથી બેંગલોર પહોચે છે. અને રિષભને એવું કહીને જાય છે કે કંપનીના કામથી બેંગલોર જઈ રહી છું. કાલે પરત આવીશ.

નેહા બેંગલોર પહોચીને તેને આપેલા એડ્રેસ પર પહોચે છે. અને જઈને જુવે છે ત્યારે તેની માતા છોડમાં પાણી પીવડાવતી હતી. નેહા કશુંજ બોલતી અને બસ તેની માતાને જોઈને રડેજ જાય છે. રડવાનો અવાજ સાંભળીને તેની માતા જ્યારે પાછળ જુવે છે. ત્યારે નેહા તુરંત તેની ભેટી પડે છે. માતા અને દિકરી 18 વર્ષે મળ્યા હતા. કશુંજ બોલ્યા પહેલા તેઓ એકબીજાને ભેટીને 15 મિનીટ સુધી રડ્યાજ કરે છે.

તેટલાજ એક માણસ ત્યા આવે છે. અને તેની માતા ખ્યાતીને જણાવે છે. કે આ અંકલનું નામ પ્રજ્ઞેશ છે. અને બાદમાં તે પ્રજ્ઞેશ અંકલને ઘરમાં જવાનું કહે છે. પ્રજ્ઞેશ અંકલ નેહાના માથા પર હાથ મુકીને ઘરમાં જતા રહે છે. ત્યારબાદ નેહાની માતા ખ્યાતીને તમામ હકીકત જણાવે છે.

નેહાની માતા અને પ્રજ્ઞેશ અંકલ એકબિજાને ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ નેહાના નાનાએ જબરદસ્તી તેની માતાના લગ્ન તેના પિતા સાથે કરાવ્યા હતા. લગ્નની એકજ વર્ષ બાદ નેહા થઈ હતી. પરંતું ત્યારે પણ બંને જણા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ નેહાના પિતાને તેની માતાના પ્રેમ સંબંધોની જાણ થાય છે. અને તેના પિતાજ તેની માતાને તેના પ્રેમી સાથે જતી રહેવા માટે કહે છે.

નેહાની માતા ત્યાથી જતી રહે છે. પરંતુ નેહાને તેના પિતા જોડેજ મુકી જાય છે, તે દિવસ પછી નેહાના પિતાએ તેની માતાને ફોન પણ નહોતો કર્યો. એ વાતને 18 વર્ષ થયા અને સોશિયલ મીડિયાથી નેહાની માતાને ખબર પડી હતી કે નેહાના લગ્ન થયા છે. જેથી તેણે નેહાને ફોન કર્યો હતો. અને તેની માતાએ તેને મળવા માટે બોલાવી હતી.

નેહા એક દિવસ સુધી તેની માતા સાથે રહે છે. અને બીજા દિવસે અમદાવાદ જવા માટે નિકળી જાય છે. પરંતુ જતા જતા પણ નેહા અને તેના મમ્મી ખુબ રડે છે. અને નેહા પ્રજ્ઞેશ અંકલને એવું કહીને જાય છે. કે મારા મમ્મીનું ધ્યાન રાખજો. અત્યાર સુધી મને જાણ નહોતી કે તે હયાત છે. પરંતુ હવે હુ મારી મમ્મીને તમને સોંપુ છું.

નેહા પરત અમદાવાદ આવી જાય છે. પરંતુ તે અમદાવાદ આવીને ન તો તેના પિતા સાથે આ વિશે કોઈ વાત કરે છે.કે ન તો રિષભને કોઈ વાત કરે છે. કદાચ નેહા સમજી ગઈ હતી. કે તેના પપ્પા પણ તેમની જગ્યાએ સાચા હતા. અને તેની મમ્મી આજે જ્યા પણ છે ત્યા ખુશ છે.

લેખક- રોનક ભાવસાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top