પોરબંદર: કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામે કામુશા પીરની દરગાહમાં શરમજનક ઘટના બની છે. શુક્રવારેના દિવસે અનેક લોકો કામુશા પીરની દરગાહે આવતા હોય છે. ત્યારે રાજકોટથી આવેલા જાવેદ ઉથમણા નામના યુવાનની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો હત્યા પાછળનું કારણ એવું હતું કે યુવાનની પત્નીની છેડતી કરતા લુખ્ખા તત્વો સાથે માથાકુટ કરતા, લુખ્ખા તત્વોએ પતિને રહેશી નાખ્યો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટથી આવેલા જાવેદ ઉથમણા અને તેમની પત્ની સાથે બાવળાવદર કામુશા પીરની દરગાહે આવ્યા હતા. ત્યારે તેમની પત્નીની છેડતીની બાબતે 3 શખ્સો સાથે બોલાચાલી થતા જાવેદને આ શખ્સોએ છરી ના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ થતા કુતિયાણા પોલીસ અને પોરબંદર એલ.સી.બી ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.