લગ્નના ત્રણ વર્ષ બાદ ગાયબ કાજલ હવે રૂક્સાના બની ગઈ

પ્રતિકાત્મક તસવીર

પતિને પડતો મૂકી રાતોરાત ગાયબ થઈ ગયેલી એક યુવતીને પોલીસે છેક આઠ વર્ષે શોધી કાઢી છે. નવાઈની વાત એ છે કે, ખંભાળિયાના એક લોહાણા યુવાનને પરણેલી કાજલ નામની આ યુવતી હવે રુક્સાના બની ગઈ છે, અને તે બાલાસિનોરમાં એક મુસ્લિમ યુવક સાથે રહેતી હતી.

ખંભાળિયાના યોગેશ્વરનગરમાં રહેતા હિતેશ રાયચુરા નામના યુવાને સમાજ બહારની યુવતી સાથે ૧૨ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. કાજલ બારૈયા નામની આ યુવતી વડોદરા જિલ્લાની હતી. જોકે, લગ્નનના ત્રણ વર્ષ બાદ ૨૦૧૨ માં કાજલ અચાનક જ ગાયબ થઈ ગઈ હતી.

પત્ની ગુમ થઈ જતાં હિતેશ રાયચુરાએ તેની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કાજલનો કોઈ પત્તો ના મળતા આખરે આ મામલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી.

વર્ષોથી આ કેસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન એસઓજીના હે.કો. રાજેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે કાજલ ખંભાળિયા આવી છે. જેના આધારે તેમણે ખંભાળિયા બસ સ્ટેન્ડ નજીકથી યુવતીની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન કાજલે પોતે હવે રુક્સાના બની ગઈ હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

કાજલે પોલીસને જણાવ્યું હતું કે તે બાલાસિનોરમાં સાજીદ હુસૈન નામના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને રહે છે, અને તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. પોલીસે કાજલની વિધિવત ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જ્યાં જજે તેને જેલના હવાલે કરવાનો હુકમ આપ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top