અનોખી ચાની લારી: 10 રૂપિયાની ચા સાથે માસ્ક ફ્રી

શહેરના ચા ની લારીવાળા એક યુવકે ઉપાડી સામાજિક જવાબદારી.પોતાના ગ્રાહકોને માત્ર ૧૦ રૂપિયા માં લહેજતદાર ચા સાથે માસ્ક મફતમાં આપી રહ્યા છે જેને વડોદરા વાસીઓ પણ વધાવી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને ૧ હજાર નો દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોરોનાનની મહામારીથી ગ્રાહકોને બચાવવા અને જનજાગૃતિના ભાગરૂપે ચા વાળા યુવક દ્વારા મફતમાં ગ્રાહકોને ચા સાથે થ્રિ લિયર માસ્ક આપવામાં આવી રહ્યા છે.

વડોદરાના માંડવી કલ્યાણરાયજી મંદિર પાસે ચાની કીટલી ચલાવતા સપનભાઈ માછીએ ટીવીમાં કોરોનાકાળમાં માસ્ક ન પહેરનાર લોકો પાસે દંડ વસુલાત ના સમાચાર જોયા બાદ પોતાની ગોલ્ડન ચા જે માત્ર ૧૦ રૂપિયામાં ગ્રાહકોને આપે છે તેની સાથે ૩ રૂપિયા ની કિંમત નું થ્રિ લિયર માસ્ક ગ્રાહકોને મફતમાં આપવાનું નક્કી કર્યું છે અત્યાર સુધી ૩૦૦ થી વધુ ગ્રાહકોને મફતમાં માસ્ક આપી ચુક્યો છે જ્યારે આજે પણ ૫૦૦ માસ્ક પોતાની લારી ઉપર સ્ટોક રાખ્યો છે મોટાભાગના લોકો શહેરની ભાગદોડમાં માસ્ક પહેરવાનું ભૂલી જાય છે તો કેટલાક લોકો જાણી જોઈને માસ્ક નથી પહેરતા.

આવામાં સપન માછી દ્વારા લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરતા થાય તેવા આશયથી પોતાની લહેજતદાર ચા સાથે થ્રિ લિયર માસ્ક મફતમાં આપે છે અને કોરોનાની મહામારીથી બચવા માટેના ઉપાયો સાથે પોતાના વિચારો પણ ગ્રાહકો સાથે શેર કરે છે અને ફરીથી માસ્ક વિના જાહેરમાં ન નીકળે ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરે છે હજાર રૂપિયા દંડ છતાં માસ્ક સરકાર નથી આપતી તેવામાં વડોદરાના આ ચાવાળા ને મફતમાં માસ્ક આપવાના ને લઈ ગ્રાહકો પણ સપન માછી નો આભાર માની તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top