વાહ, સાદાઇથી લગ્ન કરી 3 લાખ કોરોનાગ્રસ્તો માટે આપ્યા

સુરત જિલ્લાના બારડોલી નગરના એક મોભી રાજસ્થાની પરિવારે દીકરાના લગ્ન સાદગીપૂર્ણ કરી જે લગ્નમાં ખર્ચ થાય એમાં બચત કરી કોરોનાગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી કેર ફંડમાં રૂપિયા ત્રણ લાખની મદદની સહાય કરીને બિરદાવવા યોગ્ય કામ કર્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના એક રાજસ્થાની ગોયલ પરિવારે રાત્રિ કર્ફ્‌યુ વચ્ચે લગ્ન કર્યા છે.

કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ત્યારે જિલ્લાના ગોયેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં આવનાર મહેમાનોને સૅનેટાઇઝર અને સ્ટીમ મશીન આપ્યા છે. એટલું જ નહિ પરંતુ લગ્ન સદાયથી કરી જે પણ ખર્ચ બચ્યો તેમાં ત્રણ લાખની રકમ પ્રધાનમંત્રી કોવિડ કેર ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડતમાં સહભાગી પણ બન્યા છે.

કોરોનાકાળમાં સરકારની નવી ગાઇડલાઇન મુજબ એક તરફ મહેમાનોની સંખ્યા માત્ર ૧૦૦ કરી દેવામાં આવી છે અને રાત્રિ કર્ફ્‌યુ પણ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ સુરત જિલ્લાના બારડોલી નગરના ગોયેલ પરિવારે લોકો સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. બારડોલી ખાતેના રહીશ સુરેશભાઈ ગોયેલના પુત્રના લગ્ન પ્રસંગે કુટુંબીઓએ સાથે મળી ને સદાયથી લગ્ન કરવાનું નક્કી કર્યું. જેમાં સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે આ પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરાયું હતું અને સરકારની ગાઇડલાઇન મુજબ ઓછા મહેમાનોને બોલાવાયા હતા.

મંદિરમાં લગ્ન યોજવાથી લખો રૂપિયાની બચત થતા તેમાંથી ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં આપી કોરોનાની લડાઈમાં સહભાગી બન્યા હતા. આ લગ્નમાં માત્ર સરકારી ગાઇડલાઇનનું જ નહિ પરંતુ જે મહેમાનો વરવધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યા હતા તેઓને સૅનેટાઇઝરની પેન અને સ્ટીમ મશીન આપી કોરોનકાળમાં જાગૃત રહેવાનું આવાહન પણ કરવામાં આવ્યું હતું. લોકો મોટા પ્રમાણે ભેગા નહિ થયા આ માટે આગળ પરિવારે ફેશબુક પર લગ્ન લાઈવ કાર્ય હતા. ફેસબૂક લાઈવ પર આ લગ્ન બંને પરિવારના સભ્ય અને મિત્રમંડળ મળીને ત્રણ હજારથી વધુ લોકોએ આશીર્વાદ આપ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top