બેન્કની એવી અનેક સુવિધાઓ છે જે હવે ગ્રાહકોને ઘર પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધાની શરૂઆત થયા બાદથી નોન ફાઈનાન્શિયલ સર્વિસિઝ જેમ કે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે માટે બેન્ક પોતે તમારા ઘરે આવે છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ભારતીય સ્ટેટ બેન્ક પણ આ પ્રકારની અનેક સુવિધાઓ પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે.
જેમાં તેમણે બેન્ક જવાની જરૂર પડતી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટમાં અપાયેલી જાણકારી મુજબ બેન્ક તરફથી કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક રિસિવ કરવા, જીવન પ્રમાણપત્ર પિકઅપ, કેવાયસી ડોક્યુમેન્ટનું પિકઅપ, ડ્રાફ્ટની જાણકારી, ફોર્મ-૧૫નું પિકઅપ જેવી અનેક ડોરસ્ટેપ સુવિધાઓ મળે છે. એસબીઆઈના નિયમો મુજબ ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૨૦,૦૦૦ રૂપિયા સુધીની કેશ તમે ડોર સ્ટેપ પર મંગાવી શકો છો.
આ માટે તમારે પહેલા કેશ વિથડ્રોઅલ માટે રિક્વેસ્ટ મોકલવી પડે છે. ત્યારબાદ બેન્કકર્મી તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરે છે. આવામાં જાે એકાઉન્ટમાં બેલેન્સ ઓછું કે ન હોય તો ટ્રાન્ઝેક્શન રિક્વેસ્ટ કેન્સલ કરી દેવાય છે. જાે કે એકાઉન્ટમાં પૈસા હોય તો બેન્કકર્મી પોતે પૈસા લઈને તમારા ઘરે ડિલિવરી માટે આવે છે. ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ દ્વારા ગ્રાહકો ચેક જમા કરાવવા, પૈસા કાઢવા અને જમા કરાવવા, જીવન પ્રમાણપત્ર લેવા જેવી અનેક સુવિધાઓનો લાભ લઈ શકે છે.
આ સર્વિસથી 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, દિવ્યાંગ, તથા અંધજન લોકો પોતાના ઘરે બેઠા બેન્કિંગ મેળવવામાં મદદ થઈ પડશે. ડોર સ્ટેપ સર્વિસ હેઠળ બેન્કના કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા દસ્તાવેજ લઈ જઈને બેન્કમાં જમા કરી દેશે. આ સુવિધાનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે બેન્કની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત તમે વર્કિંગ ડેઝમાં ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા વચ્ચે કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એસબીઆઈ ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસિઝ અંગે વધુ ડિટેલ્સ માટે ગ્રાહકો પર વિઝિટ કરી શકે છે. અથવા તો તમે તમારી નજીકની એસબીઆઈ બ્રાન્ચમાં જઈને પણ સંપર્ક કરી શકો છો.