એસટીમાં મુસાફરી કરતી 9 મહિલા પાસેથી દારૂ પકડાયો

પારડી પોલીસે હાઈ-વે ઉપર વોચ ગોઠવીને વાપીથી વલસાડ તરફ જતી એસ.ટી. બસને બાતમીના આધારે રોકી ચેક કરાઈ હતી. આ સમયે બસમાંથી ૯ મહિલા પાસે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પારડી પોલીસને બાતમી મળી હતી કે, વાપીથી વલસાડ રૂટની એસ.ટી.માં મહિલા મુસાફરો દારૂનો જથ્થો લઈ મુસાફરી કરી રહી છે. તેથી પારડી પોલીસે વલસાડી ઝાંપા પાસે હાઈ-વે ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી એસ.ટી. બસ આવતી જણાતા તેના ચાલકને બસ ઊભી રાખવા હાથથી ઈશોરો કરાયો હતો.

આ સાથે જ બસના ચાલકે બસ રોડ સાઈડે ઉભી રાખી હતી બસ ડ્રાઈવરનું પોલીસે નામ પૂછતાં તેણે પોતાનુ નામ ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ. ૫૬, રહે. નનકવાડા, પટેલ ફળિયા) તથા કંડકટરે પોતાનું નામ પ્રવિણભાઈ મોગરૂભાઈ બારી (રહે. મરોલી તા. ઉમરગામ) હોવાનુ જણાવ્યું હતુ. જે બાદ પોલીસની ટીમે તે બંનેને સાથે રાખી પારડીના મહિલા પોલીસકર્મી તૃપ્તીબેન તથા અન્ય સ્ટાફના માણસોએ બસમાં મહિલા મુસાફરોને ચેક કરતા ૯ મહિલા મુસાફરો પાસે કાપડની થેલીમાં રાખેલા દારુની ૩૯૦ નંગ બોટલ મળી આવી હતી.

આ ૩૨,૯૭૫નો દારૂ જપ્ત કરી તે મુસાફરના સ્વાંગમાં એસ.ટી. બસમાં વહન કરી લઈ જનાર મહિલાઓ નામે પાર્વતી નગીન પટેલ, હીના રાજેશ પટેલ, સુમિત્રા મગન પટેલ, કલી રાજુ રાઠોડ, ગીતા કનુ પટેલ, કમુ ખુશાલ પટેલ, દિપીકા છઈબા પટેલ, સરસ્વતી અનુ પટેલ તથા શીલા મંગુ પટેલની અટક કરાઈ હતી. આ તમામ મહિલા માલવણ, પોસરી, દાંડી અને બીલીમોરાની રહિશ છે. ઘટના અંગે પોલીસે તમામ સામે પ્રોહિ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અગાઉ વલસાડ જિલ્લા પોલીસે આ વિસ્તારની મહિલાઓને દારૂનો ધંધો છોડાવી એક વેફર્સ કંપનીમાં નોકરી અપાવી સામાજિક જીવન જીવવા પગભર કરી હતી. જાેકે, તેમ છતાં હજી વિસ્તારોમાં મહિલા અજીવીકાના સાધન તરીકે દારૂનો ગેરકાયદે ધંધા તરફ વળેલી વર્તાય છે. બીજી તરફ દારૂની હેરાફેરી માટે એસ.ટી. બસનો વધુ પડતો ઉપયોગ પણ જાેખમી સાબિત થઈ રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top