પહેલી ફેબ્રુઆરીથી બુકિંગના 45 મિનિટમાં જ ગેસ સિલિન્ડર ઘરે પહોંચશે

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી અથવા કૂકિંગ ગેસની ડિલિવરી માટે જાેવામાં આવી રહેલી લાંબા સમયથી રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ઇન્ડેન નામથી ગેસ વેચનારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તત્કાલ એલપીજી સેવા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સેવા અંતર્ગત બુકિંગના દિવસે ગ્રાહકને ગેસ સિલિન્ડર પહોંચાડવામાં આવશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર, તત્કાલ એલપીજી સેવા ૧ ફેબ્રુઆરીએ શરૂ થશે. આ સેવા ઓછામાં ઓછી એક જિલ્લા અથવા દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય શહેરથી શરૂ થશે. તેમના જણાવ્યા પ્રમાણે, ગેસ સિલિન્ડરની ડિલિવરી ગ્રાહકને આ સેવા હેઠળ બુકિંગ કર્યા બાદ ૪૫ મિનિટની અંદર સુનિશ્ચિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઇઝ ઓફ લિવિંગ સિદ્ધાંત અને સેવાઓ સુધારવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

દેશમાં લગભગ ૨૮ કરોડ એલપીજી ગ્રાહકો છે. તેમાંથી આશરે ૧૪૦ કરોડ ગ્રાહકો ઇન્ડેન પાસે છે. આ બાબતથી પરિચિત અધિકારીના જણાવ્યા મુજબ, તત્કાલ યોજના માટે ડીલર્સના કરન્ટ ડિલિવરી નેટવર્કનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સેવા મેળવવા માટે ગ્રાહકોએ ડિલિવરી દીઠ ૨૫ રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સંક્રાંતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને આ યોજના ૧૬ જાન્યુઆરીથી ગ્રેટર હૈદરાબાદમાં લોન્ચ કરી દેવામાં આવી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અધિકારીના જણાવ્યા અનુસાર, તત્કાલ એલપીજી સેવા મેળવવા ગ્રાહકોએ સવારે ૮થી બપોરે ૨ વાગ્યાની વચ્ચે બુકિંગ કરાવવાનું રહેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તત્કાલ એલપીજી સેવા સાથે નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ સેવા અંતર્ગત ગ્રાહકોને ઓનલાઇન બુકિંગના આધારે ડિલિવરી કરવામાં આવશે.

આ પહેલીવાર નથી જ્યારે તત્કાલ ગેસ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. જુલાઈ ૨૦૧૦માં તત્કાલીન તેલમંત્રી મુરલી દેવડાએ પ્રિફર્ડ ટાઇમ એલપીજી ડિલિવરી સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ગેસ સિલિન્ડર ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યા હતા. આ માટે ડિલીવરી દીઠ ૨૦ થી ૫૦ રૂપિયાની વધારાની ફી લેવામાં આવતી હતી.

એલપીજીના એક વેપારીના જણાવ્યા મુજબ, ઓછી માહિતીને કારણે ગ્રાહકો આનો લાભ લઈ શક્યા ન હતા. તેથી, આ યોજના બંધ કરી દેવી પડી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ અંગે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર ૨૦૧૯માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ ૩.૬૬૨ મિલિયન સિલિન્ડરમાંથી ૫.૯૪ લાખની ડિલિવરી ૩૦ દિવસ કરતાં વધુ મોડી થઈ હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૧૨૦૯ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સે ૧૦૦થી વધુ ગેસ સિલિન્ડરની ડિલિવરી ૩૦ દિવસથી વધુ મોડી કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top