દિલ્હીમાં ગત ૬૧ દિવસથી ખેડૂતો નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. જેમા દેશના કેટલાક રાજ્યોના ખેડૂતો પણ સામેલ છે ત્યારે દિલ્હીમાં ચાલતું ખેડૂત આંદોલન હવે ગુજરાતના ગામડાંઓ સુધી પહોંચી રહ્યું છે અને હરિયાણાના ખેડૂત આગેવાનો ગુજરાતના ગામડાઓમાં ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ સમજાવટ આપી રહ્યા છે જેમા તેઓ કઈ રીતે ખેડૂતોને નુકસાન છે તે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલન હવે ગુજરાતના ગામડાઓમાં પહોંચ્યું છે. દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા આગેવાનોમાંથી હરિયાણાના ખેડૂત અગ્રણી જૂનાગઢના વિસાવદર પંથકમાં ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે.
ગુજરાત સરકાર દાવા કરે છે કે ગુજરાતમાં આંદોલનની કોઈ અસર નથી પરંતુ ખેડૂતોમાં ભારોભાર રોષ હોવાનું દિલ્હીથી આવેલ હરિયાણાના ખેડૂત આગેવાન પ્રમોદ સાંગવાન જણાવ્યું છે. તેમના અનુસાર, ગુજરાતના ખેડૂતોનો આંદોલન માટેનો હરિયાણા અને પંજાબ કરતાં અલગ મિજાજ છે પણ ગુજરાતના ખેડૂતોમાં રોષ હકીકત એ હોવાનો દાવો કર્યો છે.
દિલ્હી આંદોલનની અસર હવે વિસાવદર પંથકમાં જાેવા મળી છે. જેમાં વિસાવદરનાં ગામડાઓમાં ખેડૂતોને સંબોધન કરવા માટે અને આંદોલનની માહિતી તથા દિલ્હીમાં કેવું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે? તેની જાણકારી ગુજરાતના ખેડૂતોને મળે તે માટે વિસાવદરના ગામડાઓમાં ખેડૂત સભા થઈ રહી છે. અને દિલ્હીના આંદોલનકર્તાઓને સાંભળી ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે. આ તમામ સભાઓમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ સાથે રહ્યા છે અને ખેડૂતોને સમજાવી રહ્યા છે.