પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જાે છેલ્લા એક વર્ષની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલ ૧૩.૫૫ રૂપિયા મોંઘું થયું છે.
2 ફેબ્રુઆરી 2020 ના રોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૩.૧૦ રૂપિયા હતો અને એક લીટર ડીઝલનો ભાવ ૬૬.૧૪ રૂપિયા હતો. બીજી તરફ આજના ભાવ જાેઈએ તો દિલ્હીમાં પેટ્રોલ ૮૬.૬૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૬.૮૩ રૂપિયા લીટર છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે. દિલ્હી- પેટ્રોલ ૮૬.૬૫ રૂપિયા અને ડીઝલ ૭૬.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ ૯૩.૨૦ રૂપિયા અને ડીઝલ ૮૩.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૮૮.૦૧ રૂપિયા અને ડીઝલ ૮૦.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૮૯.૧૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૦૪ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે.
ઈન્ડિયન ઓઇલના ગ્રાહક ઇજીઁ સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક SMS લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.