માર્ચ 2020માં કોરોના ભારતમાં પ્રવેશ્યોહતો. અને હાલ તે એટલી હદે વકરી રહ્યો છે. જેને રોકવો ભારે પડી રહ્યો છે. કોરોનાની વેક્સિન તો ભારતમાં આવી ગઈ પણ પરંતુ તેના સંક્રમણ પર કાબૂ મેળવવું ખુબઝ ભારે છે. વકરતા જતા કોરોને કારણે તમિલનાડુંમાં તો આ વર્ષે 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તેમની પરિક્ષા નહી લેવાય.
પરિક્ષા રદ કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. પરંતુ તેમના જણાવ્યા અનુસાર ધોરણ 12ન પરિક્ષા લેવામાં આવશે અને 3 મેથી 21મે વચ્ચે તેમણે ધોરણ 12ની પરિક્ષાનું આયોજન કર્યું છે. જોકે સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે ધોરણ 9 10 અને 11ન વિદ્યાર્થીઓએ એક સામાન્ય પરિક્ષા આપવી પડશે. જેના વિશે તેઓ ટૂંક સમયમાં જાહેરાત કરશે.
બિજી તરફ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત છે. અને હવે તો અહિયા રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ગત બુધવારે મહારાષ્ટ્રમાં 8 હજાર કરતા વધું કેસ નોંધાયા છે. જેના કારણે હવે મહારાષ્ટ્ર્ના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધત જતા કેસોને ખારણે ભરાત દુનિયામાં ચોથા નંબરે સૌથી વધું સંક્રમિત દેસણાં આવી ગયો છે. અ હવે દેશમાં દરરોજ 13 હજાર કરતા વધું કેસ નોંધાઈ રહ્યા છે. જોકે પ્રથમ મંબરે હજુ પણ અમેરિકા છે. જ્યા રોજના 70 હજાર કરતા પણ વધું કેસ નોંધાઈ રહ્યા છે. ત્યાર બાદ બ્રાઝિલમાં રોજના 60 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સાથેજ ફ્રાન્સમાં પણ દરરોજ 20 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય બન્યો છે.
ગત બુધવારે ભારતમાં કુલ 16 હજાર કરતા વધું કેસ નોંધાયા હતા અને 28 દિવસ બાદ આટલા બધા કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. પરંતુ સરકાર દ્વારા હાલના તબ્બકે વેક્સિનેશનનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. અને ટૂંક સમયમાં સરકાર લોકો સુધી વેક્સિન પહોચાડશે તેવો તેમણે દાવો કર્યો છે.
જોકે મહત્વનું છે કે ગુજરાતમાં પણ કોરોના કાબૂમાંતો આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા રાત્રી કર્ફયુંને યથાવત રાખવામાં આવ્યો છે. જેથી કહી શકાય ગુજરાત સરકાર પણ કોરોનાને કાબૂમાં રાખવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે અને લોકોમાં પણ ક્યાકને ક્યાક હવે કોરોનાને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.