પ્રસિદ્ધ પોપ સિંગર લેડી ગાગાના કૂતરાં ચોરી થઇ ગયા છે. ચોરી થયેલા કૂતરાં પાછા શોધી આપનારને સાડા ત્રણ કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત પોપ સિંગર ગાગાએ કરી છે. લેડી ગાગાના બે ફ્રેન્ચ બુલડોગ કૂતરાં ચોરી કરાયા, જે ઘટનામાં ગાગાના ડોગવોકરને પણ ગોળી વાગી છે.
આવામાં ગાગાએ કુતરાં પાછા લાવી આપનારને ૫ લાખ ડોલર એટલે કે ૩.૬૫ કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. સેલિબ્રિટી વેબસાઇટ ટીએમજી અનુસાર, લેડી ગાગાને તેના પેટ્સ સાથે ખાસ લગવા છે. જ્યારે ચોરીની આ ઘટનામાં તેનો ત્રીજાે પેટ એશિયા ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ કૂતરાને કબ્જે કર્યો છે. પોતોના ચોરી થયેલા કૂતરાને પરત મેળવવા માટે ગેડી ગાગાએ ૫ લાખ ડોલર ઇનામની જાહેરાત કરી છે.
બીજી બાજુ, લેડી ગાગા હાલ રોમમાં શૂટિંગ કરી રહી છે. લેડી ગાગાના પિતા જાે જર્મનોટાએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે, આ હુમલા બાદ તે પોતાની દિકરી સાથે સતત સંપર્કમાં છે. સાથે જ તેમણે કહ્યું કે, એવું લાગે છે કે કોઇ અમારા કોઇ બાળકને લઇ ગયો હોય.
આ મામલે પોલીસે ઘટના સ્થળથી ભાગેલા કૂતરાને કબ્જે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે, ફ્રેન્ચ બુલડોગ ઘણા મોંધા અને ઊંચી નસ્લના કૂતરાં હોય છે. જાે કે, આ મામલે માહિતી મળી નથી કે કેમ લેડી ગાગાના પાળતું કૂતરાંને નિશાન બનાવવામાં આવ્યા છે.