સરકારે ગુરૂવારે એવો નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો તમારી દિકરી થશે. સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેવરીટ સ્કીમ માટે વ્યાજદરમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. આ સ્કીમમાં હવે 21 વર્ષની ઉંમર થતાં દિકરીને 4 લાખ રૂપિયાનો વધારે ફાયદો થશે. પહેલા સ્કીમમાં ઇન્વેસ્ટ કરીને 65.84 લાખ રૂપિયા મેળવી શકાતા હતા, પરંતુ હવે વ્યાજદર વધવાથી આ રકમ વધીને 69.70 લાખ રૂપિયા સુધી મળી શકે છે. એક વ્યક્તિ પોતાની દિકરીના નામે આ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. અત્યારે જેટલી પણ ફિક્સ રકમની જેટલી પણ સ્કીમ છે, તેમાં આ સ્કીમમાં સૌથી વધારે વ્યાજ આપવામાં આવે છે.
નથી લોકોને આ યોજનાની સંપૂર્ણ જાણકારી
આ સ્કીમનું નામ છે સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, જેને મોદી સરકારે શરૂ કરી હતી. કેન્દ્ર સરકારની આ યોજના હોવાના કારણે તેમાં રોકાણ કરનારાઓના પૈસા સુરક્ષિત રહે છે. તેને બેન્કથી લઇને પોસ્ટ ઓફિસ ગમે ત્યાં ઓપન કરાવી શકાય છે.
ઉપરાંત આ એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પર ઇનકમ ટેક્સની કલમ 80c હેઠળ છૂટ પણ મેળવી શકાય છે. આ યોજના અંગે અત્યારે લોકોને વધારે જાણકારી નથી. તેથી વધારે લોકો તેનો ફાયદો લઇ રહ્યા નથી. જોકે યોજનાને યોગ્ય રીતે સમજીને તેનો સારો એવો ફાયદો ઉઠાવી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળી રહ્યું છે 8.5 ટકાનું વ્યાજ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલના સમયે સૌથી સારું વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં પહેલા 8.1 ટકા વ્યાજ મળતું હતું, જેને વધારીને 8.5 ટકા કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત આ યોજનામાં વ્યાજની ગણતરી વાર્ષિક કમ્પાઉન્ડેડ બેસિસ પર કરવામાં આવે છે. જેના કારણે રિયલ રિટર્ન થોડુંક વધી જાય છે.
3 દિકરીના નામથી ખોલાવી શકો છો એકાઉન્ટ
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કોણપણ વ્યક્તિ માત્ર બે દિકરીઓના નામતી જ એકાઉન્ટ ખોલી શકાય છે. જોકે તેમાં એક રાઇડર છે કે જો બાળકીઓ ટ્વિન્સ હોય તો તેમના ઉપરાંત અન્ય એક દિકરીના નામથી એકાઉન્ટ ખોલાવી શકાય છે.
14 વર્ષના ફાયદાનું ગણિત
કોઇપણ વ્યક્તિ પોતાની 10 વર્ષ સુધીની દિકારીના નામે આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટની એક શરત છે કે તેમાં રોકાણ 14 વર્ષ સુધી કરી શકાય છે. તેવામાં જો તમારી દિકરી એક વર્ષની છે અને આ એકાઉન્ટ ઓપન કરાવવામાં આવે તો તે 15 વર્ષની ઉમર સુધી જ રોકાણ કરી શકે છે અને 15થી 21 વર્ષની વચ્ચે આ એકાઉન્ટમાં કોઇપણ રોકાણ વગર વ્યાજ મેળવી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે
આ રીતે મળશે ફાયદો
– જૂના વ્યાજ દર અનુસાર 15 વર્ષમાં આ રકમ 38,16,930 રૂપિયા થાય છે. તેવામાં જો રકમ ઉપાડવામાં ન આવે તો 21માં વર્ષે તમને 65.84 રૂપિયા મળે છે.
– નવા વ્યાજદર પર 14 વર્ષ સુધી 1.5 લાખ(12500) રૂપિયાનું વાર્ષિક રોકાણ 15માં વર્ષે 39,36,009 રૂપિયા થઇ જશે. અને જો રકમ ઉપાડવામાં ન આવે તો 21માં વર્ષે તમને 69.67 લાખ રૂપિયા મળશે. આ પ્રકારે નવા વ્યાજદરથી તમને 3.83 લાખ રૂપિયાનો ફાયદો મળી શકે છે.
એકાઉન્ટ મેચ્યોર થવાનો છે નિયમ
આ એકાઉન્ટને દિકરીના લગ્ન થાય સમયે 18માં વર્ષે બંધ કરાવી શકાય છે. જો એવું ન કરવામાં આવે તો દિકરીની ઉમર 21 વર્ષની થાય ત્યારે આ એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે.
ક્યાં ખોલાવી શકાય છે આ એકાઉન્ટ
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ દેશની કોઇપણ પોસ્ટ ઓફિસ અને અમુક ટોચની બેન્કોમાં ખોલાવી શકાય છે. આ માટે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં જઇને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ કેશ, ડ્રાફ્ટ અથવા ચેક થકી પૈસા ડિપોઝિટ કરવાના રહેશે. પૈસા જમા કર્યા બાદ તમને પાસબુક પણ આપવામાં આવશે. જેથી તમે તમારા પૈસાનો સંપૂર્ણ હિસાબ જોઇ શકો.
આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
સુકન્યા સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે તમારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
– દિકરીનું બર્થ સર્ટિફિકેટ
– માતા-પિતાનું એડ્રેસ પ્રૂફ
-માતા- પિતાનું આઇડેન્ટિટી પ્રૂફ