ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થયો, સાયલન્ટ કિલર સબમરિન કરંજ નૌ સેનામાં સામેલ

  • આ વર્ગની ચોથી સબમરિન વેલાની દરિયાઈ ટ્રાયલ ચાલી રહી છે અને ટુંકમાં તે પણ નૌસેનામાં સામેલ થઈ જશે.

સાયલન્ટ કિલરનુ બિરુદ મેળવી ચુકેલી ઘાતક સબમરિન કરંજ આજે ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચુકી છે.જેના કારણે નૌ સેનાની તાકાતમાં વધારો થયો છે. નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને રિટાયર્ડ એડમિરલ વી એસ શેખાવતની હાજરીમાં તેને મુંબઈ ખાતે નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી.

આ સબમરિનને સાઈલેન્ટ કિલર કહેવાય છે કે, કારણકે તે વગર કોઈ અવાજ કરે દુશ્મનના જહાજોને દરિયાના પેટાળામાં રહીને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.આ સ્કોર્પિયન ક્લાસની સબમરિને છે અને આ વર્ગની પહેલી બે સબમરિન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઈ ચુકી છે.હવે આ વર્ગની ચોથી સબમરિન વેલાની દરિયાઈ ટ્રાયલ ચાલી રહી છે અને ટુંક સમયમાં તે પમ નૌસેનામાં સામેલ થઈ જશે.

આઈએનએસ કરંજમાં દરિયાની સપાટી પરથી અને દરિયાની અંદર રહીને ટોરપીડો તેમજ એન્ટી શિપ મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા છે.સાથે સાથે તેમાં અત્યાધુનિક સર્વેલન્સ ઉપકરણો પણ ફીટ કરવામાં આવ્યા છે.આ સબમરિન દરિયામાં બીછાવેલી માઈન્સ શોધવા માટે પણ સક્ષમ છે.

તેની લંબાઈ 70 મિટર અને ઉંચાઈ 12 મીટર છે તથા તેનુ વજન 1600 જટન જેટલુ છે.સબમરિનની ટેકનોલોજી એ પ્રકારની છે કે, તે લાંબો સમય પાણીની અંદર રહી શકે છે અને તેને ઓક્સીજન લેવા માટે વારંવાર સપાટી પર આવવાની જરુર રહેતી નથી.આમાટે ડીઆરડીઓ દ્વારા વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top