સૌથી મોટા ગણાતા એમેઝોન જંગલો સાફ થઈ જશે? – યુનિ ઓફ ફ્લોરિડાના સંશોધક વોકરની ભવિષ્યવાણી

  • એમેઝોન દુનિયાનુ સૌથી મોટુ રેન ફોરેસ્ટ અને દુનિયાનો 20 ટકા જેટલો ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે.

દુનિયાના સૌથી મોટા ગણાતા અને ધરતી માટે ફેફસાનુ કામ કરનાર એમેઝોનના જંગલો આગામી 43 વર્ષમાં સાફ થઈ જશે. એમેઝોન દુનિયાનુ સૌથી મોટુ રેન ફોરેસ્ટ છે અને દુનિયાનો 20 ટકા ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે તેમ મનાય છે માટે તેને ધરતીના ફેફસાનુ નામ પણ અપાયુ છે.

2.1 મિલિયન સ્કેવર માઈલમાં આ જંગલ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ સુધી ફેલાયેલુ છે.આ જંગલ માટે કહેવાય છે કે, જો તે કોઈ દેશ હોત તો તે દુનિયાનૌ સૌથી મોટા દેશના લિસ્ટમાં નવમા ક્રમે હોત. જોકે જંગલ માટે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, એક સમય એવો આવશે જ્યારે આ જંગલ નહીં હોય અને માત્ર મેદાન જ દેખાશે.અહીંની હરિયાળી ખતમ થઈ જશે.

યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના સંશોધક રોબર્ટ વોકરે ભવિષ્યવાણી કરી છે કે, 2064 સુધીમાં એમેઝોનના જંગલો ખતમ થઈ જશે. જંગલમાં વારંવાર લાગતી આગ, દુકાળ, બેફામ રીતે કપાતા વૃક્ષો આ માટે જવાબદાર હશે.

એમેઝોનની સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.2020માં બ્રાઝિલના એમેઝોન જંગલોમાંથી એક દાયકામાં સૌથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા હતા.2020માં બ્રાઝિલમાં તેના કારણે 1200 સ્કેવર કિલોમીટર જેટલુ જંગલ ખતમ થઈ ગયુ હતુ.

એક અંદાજ પ્રમાણે એમેઝોનના 11 ટકા હિસ્સામાં વૃક્ષો કપાયા છે અને બીજો 17 ટકા વિસ્તાર આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, આ જ રીતે વૃક્ષો કપાતા રહ્યા તો જંગલની ઈકોલોજી પણ બદલાઈ શકે છે.

બીજી તરફ કલાઈમેટ ચેન્જ પણ મોટો ભાગ ભજવી રહ્યુ છે.પશ્ચિમ એમેઝોનના કેટલાક હિસ્સામાં 1982 બાદ દર વર્ષે સાત ઈંચ જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે.બીજી તરફ જ્યાં વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે ત્યાં વરસાદ ઓછો થઈ રહ્યો છે.જેના કારણે આ વિસ્તાર સૂકા રહે છે.એક જંગલને દુકાળમાંથી બેઠા થવા માટે ચાર વર્ષ લાગી જતા હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top