- અડધી રાત્રે ટોઇલેટ માટે ઘરમાંથી બહાર નીકળતાં આ દરમિયાન આરોપી કારમાં ત્યાંથી પસાર થતાં કુકર્મ કર્યું.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક 15 વર્ષની તરુણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. કિશોરી રાત્રે ટોઇલેટ માટે ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન આરોપીએ તેની કારમાં કિશોરીનું અપહરણ કરી લીધી હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ આઘાતજનક બનાવ શનિવારે રાત્રે ગંગીરી પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામમાં બન્યો હતો. આ ગામ અલીગઢથી 50 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે.
બનાવની વાત કરીએ તો ગામની એક સગીરા લગભગ અડધી રાત્રે ટોઇલેટ માટે પોતાના ઘરમાંથી બહાર નીકળી હતી. આ દરમિયાન આરોપી કાર લઈને ત્યાંથી નીકળ્યો હતો. જે બાદમાં આરોપીએ કિશોરીને પોતાની કારમાં ખેંચી લીધી હતી અને કારની અંદર જ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન આરોપીએ કિશોરીને છરી બતાવી હતી.
સાથે સાથે એવું પણ કહ્યું કે જો મદદ માટે બૂમો પાડશે તો તેની હત્યા કરી નાંખશે. જોકે, આરોપીની ધમકી છતાં સગીરાએ મદદ માટે બૂમ પાડી હતી. આ દરમિયાન કિશોરીના કાકા જાગી ગયા હતા અને તેઓ મદદ માટે દોડ્યા હતા. બીજી તરફ આરોપીએ મદદ માટે દોડી આવેલા કિશોરીને કાકાને છરીનો ઘા મારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હુમલામાં કિશોરીના કાકાના સામાન્ય ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે કિશોરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ એક યુવકનું નામ આપ્યું છે. પોલીસે આ કેસમાં આરોપી વિરુદ્ધ પોક્સો સહિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયેલા આરોપીને પકડી પાડવા માટે સર્ચ અભિયાન ચલાવ્યું છે.
ઉત્તર પ્રદેશમાંથી જ એક ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં ગોરખપુર જિલ્લાના કેપિયરગંજ વિસ્તારમાં ત્રણ બાળકોની માતા પોતાના બાળકો અને પતિને છોડીને સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલા ગાયબ થવા પર પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ શરૂ કરી હતી ત્યારે કિશોરની ઉંમર માત્ર 16 વર્ષની છે. કિશોરની માતાએ કેપિયરગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે હાલ કિશોરની શોધખોળ શરૂ કરી છે.