કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી જ્યારે પણ તેનું પરિણામ મળે ત્યારે બમણું જ મળે તેવું જ થયું છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં અહીં એક સસ્તા અનાજના દુકાનદાર આજે સમગ્ર આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યાં છે ત્યારે ન માત્ર ગ્રામ જનો પરંતુ સમગ્ર આંકલાવ તાલુકાના દરેક લોકો ખુબજ ખુશ છે.આવો આપણે જાણીએ તે વિષય પર વિગતે.
આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી જેથી પ્રમુખ પદ માટે પ્રજ્ઞાબેન પુરોહિત અને ઉપપ્રમુખ પદ માટે શનાભાઈ પઢીયારે ઉમેદવારી નોંધાવી હતી. તેઓની સામે અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાતા ચુંટણી અધિકારીએ પ્રમુખ તરીકે પ્રજ્ઞાબેન તારકકુમાર પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે શનાભાઈ ડાહ્યાભાઈ પઢીયારને બીનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા.
આંકલાવ કોંગ્રેસ નો ગઢ રહ્યો છે અને અહીં ની જનતા માત્ર ને માત્ર કોંગ્રેસ અને શ્રી અમિત ચાવડા પરજ વિશ્વાસ કરે છે.વાત કરીએ આપણે સમગ્ર કિસ્સાની તો, આંકલાવ સસ્તા અનાજની દુકાનના સંચાલક તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. આંકલાવ તાલુકા પંચાયત માં પ્રજ્ઞાબેન પુરોહિત ખડોલ (હળદરી) ગામ ના વ્યાજબી ભાવ ના દુકાનદાર તાલુકા પંચાયત ના સભ્ય તરીકે વિજેતા થયેલ હોય જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અધ્યાસી અધિકારી તરીકે ચૂંટણી મા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે શ્રી પ્રજ્ઞાબહેન પુરોહિત બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
તાલુકા પંચાયત આંકલાવ ના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા.આંકલાવ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણી અધિકારી તરીકે અધિક કલેક્ટર શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બમણીયા હતા આંકલાવ તાલુકા પંચાયત માં જે સભ્યો ચૂંટાયા હતા ત્યારે અહીં બિન હરીફ થવાની શક્યતા વધારે હતી બિન હરીફ વરણી થઈ અને પ્રમુખ ઉપપ્રમુખ બંને બિન હરીફ વરણી થઈ.
આ વરણી માં પ્રમુખ પદે શ્રી પ્રજ્ઞાબેન પુરોહિત ખડોલ (હળદરી) ને અન્ય સભ્યો એ સર્વાનુ મતે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કર્યા અને પ્રમુખ પણ થયા પ્રજ્ઞા બેન પુરોહિત વ્યવસાયે સસ્તા અનાજ ની દુકાન ના સંચા લક શ્રી પણ છે.જોગાનું જોગ ચૂંટણી સંચાલનઅધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા સરકાર શ્રી વતી નિમાયા હતા.
સંયોગ આવો બન્યો કે તેઓના શુભ હસ્તે જ પ્રજ્ઞા બહેન ને પ્રમુખ તરીકે વરણી ની જાહેરાત પણ કરાઈ અને પ્રજ્ઞા બહેન જાહેર પદાધિકારી તરીકે વિષેષ સન્માનિત વ્યક્તિ બની ગયા. આનું નામ લોકશાહી. આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકનો પ્રકાર (મહિલા સામાન્ય) નકકી કરવામાં આવેલ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ ના હુકમ તા.પં.પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી/વશી/90/153 તારીખ 9-03-2021 અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 63(4) અન્વયે આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તા 17-03-2021 ના રોજ 11:00 કલાકે નકકી કરી જે અન્વયે આંકલાવ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા તા 17-03-2021 ના રોજ પઢિયાર જયાબેન હિતેશકુમાર પઢીયાર શારદાબેન અશોકભાઇ પરમાર સંગીતાબેન ભાઇલાલભાઇ રાઠવા લક્ષ્મણભાઇ ચીકાભાઇ પઢિયાર સંજયકુમાર બાબુભાઇ વાઘેલા કિશોરભાઇ બુધાભાઇ પરમાર નિલેશકુમાર સોમાભાઇ પરમાર પુનમભાઇ મંગળભાઇ રાજ ગીતાબેન ઘનશ્યામસિંહ પઢિયાર શનાભાઇ ડાહયાભાઇ પઢિયાર દિપકકુમાર ઇશ્વરભાઇ ચાવડા મિતલબેન સંજયકુમાર પઢિયાર ઉષાબેન મનુભાઈ ચૂંટાયેલા સભ્ય શ્રી ઉપસ્થિત રહયા હતા.સમગ્ર આંકલાવ તાલુકા આ પરીણામથી ખુબજ ખુશ હતો,પ્રમુખ બન્યા બાદ પ્રજ્ઞા બેનનું પુષ્પ હારથી સ્વાગત પણ કર્યું હતું,જેમાં કોંગ્રેસ નાં ઘણા દિગ્ગજ નેતા પણ હાજર રહ્યા હતાં.