- વંથલીમાં રેહતો રમેશ વાણવીના 2 લાખ રૂપિયા નહી મળતા ઓઝત ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો.
ગુજરાતમાં આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી વાઇરલ કરવાની ઘટના ત્રીજી સામે આવી છે અમદાવાદ, સુરત બાદ જૂનાગઢ ના વંથલી ના યુવાને 2 લાખ રૂપીયા બાબતે વિડીયો બનાવી ઓઝત ડેમ માં આપઘાત કર્યા ની ઘટના સામે આવી છે. વંથલીમાં રહેતો રમેશ વાણવીના 2 લાખ રૂપીયા નહી મળતા ઓઝત ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતક રમેશે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો.
વીડિયોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. વિડીયો તેને જણાવ્યું હતું કે, હું રમેશ છુ સંજય માકડીયા એ મારા 2 લાખ રૂપીયા કોડીનાર કામના ખોટા વાયદા કરીને મને પેસા દેતો નથી. એનું પાકીટ ખોવાઈ ગયું હોઈ તેમ કેહતો હતો એનું પાકીટ ક્યાંય ખોવાઈ ગયું નથી. મારી સાથે છેતરપીંડી કરી છે. પોલીસને મારી ખાસ વિનંતી છે આવા જે ફ્રોડ હોઈ એને કડકમાં કડક સજા આપે. મારૂ સરકારને કહેવાનું છે કે, હું આત્મહત્યા કરૂ છું અને એમાં મારા મોત માટે જીમેદારી સંજય માકડીયા છે. તે વંથલી રહેછે અને સંગઠનનો માણસ છે અને વાત ને લઈને આપઘાત કરું છું.
વંથલીના રમેશ વાણવીએ આપઘાત કરી લેતા પરીવારેના સભ્યએ જણાવ્યું હતું કે, રમેશે વંથલીમાં જ રહેતો સંજય માકડીયા સાથે કોડીનારના પ્લમબિંગનું ભાગીદારીમાં કામ રાખ્યું હતું. દોઢ વર્ષ જેટલું કામ ચાલ્યું હતું, ત્યાર બાદ સંજય માકડીયાએ ચેક આપવાનું કહી નથી આપ્યો અને ચેક પણ ખોવાઈ ગયાનું જણાવી દીધું હતું, ત્યાર બાદ રૂપીયા તો આપ્યા નહોતા અને રમેશ વાણવીને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત મારી નાખવાની ધમકી પણ સંજયે માકડીયાએ આપી હતી, ત્યાર બાદ મારો ભાઈ રમેશ વાણવી ડરી ગયો.
ઓઝત ડેમ પાસે જઈને આપઘાત કરી લીધો હતો હાલ અમારા પરીવાર ની માંગ છે કે ન્યાય મળવો જોઈએ. વંથલીના આંબેડકર વાસમાં રહેતા રમેશ વાણવી છેલ્લા પાંચ દિવસથી તેના ઘરે થી ગુમ હતો, અને ત્યાર બાદ 18 માર્ચ ના રોજ તેની લાશ ઓઝત ડેમમાંથી મળી આવી હતી.
લાશને પીએમ અર્થે જામનગર મોકલી આપવામાં આવી હતી, ત્યારે પોલીસ ના જણાવ્યા અનુસાર રમેશ અને સંજય માકડીયા સાથે ધંધો કરતા હતા. 2 લાખ રૂપીયામાં વાંધો પડતા રમેશ વાણવીએ આપઘાત પેહલા વિડીયો બનાવી તેના મીત્રોને શેર કર્યો હતો અને વંથલી પોલીસે આપઘાત કરવા મજબુર કરનાર સંજય માકડીયા સામે વંથલી પોલીસે સ્ટેશનમાં આઈ.પી.સી કલમ 506 મુજબ સંજય માકડીયા વિરુધ્ધ ગુનો દાખલ કરી આરોપી ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.