ફિલ્મોમાં તમે જોયું હશે કે જ્યારે પ્લેન લેન્ડ ન થાય ત્યારે પાઈલોટ પણ મુંઝવણમાં મુકાઈ જતો હોય છે. અને મુસાફરો પણ ગભરાઈ જતા હોય છે. પરંતુ આવોજ બનાવ ખરેખરમાં અમદાવાદથી જેસલમેર જતા પ્લેનનો થયો છે. જેસલમેર એરપોર્ટ પર પાઈલટે ત્રણ વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્લેન લેન્ડ ન થયું જેના કારણેબ બધાજ મુસાફરો ગભરાઈ ગયા હતા.
પ્લેનમાં બેસેલા બધાજ મુસાફરો ગભરાઈ ગયા હતા. અને તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. સ્પાઈજેટના પ્લેને અમદાવાદથી ઉડાન ભરી હતી. અને આ પ્લેન જેસલમેર જઈ રહ્યું હતું. જ્યા પાઈલેટને લેન્ડિંગ કરતા ન ફાવ્યું. અને પ્લેન પણ એક કાલક સુધી હવામાં ચક્કર માર્ચું રહ્યું હતું. જોકો બાદમાં પ્લેન સુરક્ષીત લેન્ડ થઈ ગયું હતું.
સ્પાઈસજેટની SG3010 ફ્લાઈટે શનિવારે બપોરના સમયે 12.05એ ઉડાન ભરી બતી. અને આ પ્લેન અદાવાદ એરપોર્ટ પરથી જેસલમેર જઈ રહ્યું હતું. જોકે 3 વખત લેન્ડીંગનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ પાઈલટે પ્લેનને લેન્ડ કરી લીધું જેના કારણે મુસારોના જીવમાં જીવ આવ્યો હતો. કારણકે પ્લેનમાં સવાર મુસાફરો તે સમયે એટલા ગભરાઈ ગયા હતા. કે વાત ન પુછો
પાઈલટને લેન્ડિંગમાં નિષ્ફળતા મળતા તેણે એક કલાક સુધીતો પ્લેનને હવામાંજ રાખ્યું હતું. અને બાદમાં તે ફરીથી તેને અમદાવાદ લઈ ગયો હતો. જ્યા તેણે બપોરના 2.40 લાગે અમદાવાદમાં પ્લેનને સુરક્ષીત રીતે લેન્ડ કર્યું હતું. અને બાદમાં તેણે ફરીથી પ્લેનને જેસલમેર તરફ ઉપાડ્યું હતું. અ બપોરના 5.15 વાગે તેણે પ્લેનને સુરક્ષીત રીતે જેસલમેરમાં લેન્ડ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે પ્લેન પાઈલેટથી લેન્ડ નહોતું થઈ રહ્યું જેના કારણે તેણે ત્રણ વખત લેન્ડીગનો પ્રયાસ કર્યો હતો. અને પ્લેન બેસેલા મુસાફરોએ સામેથી જણાવ્યું કે જ્યારે પ્લેન નહોતું લેન્ડ થઈ રહ્યું ત્યારે અમે ડરી ગયા હતા કે આખરે શું થઈ રહ્યું છે. અને તેમની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. જોકે બાદમાં જ્યારે તેમને સાંજે જેસલમેરમાં પહોચાડવામાં આવ્યા ત્યારે મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.