આ ઘટના સામે આવી છે બિહારના નરકટિયાગંજમાં આવેલ શિકારપુર વિસ્તારમાં જ્યા એક યુવતી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પંચાયતા દબાણમાં તેણે તેનીસાથે લગ્ન કરવા પડ્યા. પરંતુ બાદમાં વિદાય કરાવવાના બહાને તેના ભાઈએ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું જેથી યુવતી ન તો કીને કહી શકે કેન તો સહી શકે તેવી તેની હાલ થઈ ગઈ હતી.
સમગ્ર મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે આરોપી છેલ્લા 2 વર્ષથી તેની છેડતી કરતો હતો. જેના કારણે તેણે સ્કૂલમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. અને બાદમાં તે ગામમાં સિલાઈ કામ શીખવા માટે જતી હતી.
જોકે બાદમાં આરોપી તે જ્યા કામ શીખવા જતી હતી ત્યા તેને હેરના કરવા જતો હચતો. અને હથિયાર બતાવીને તેને ધમકી આપતો હતો. પોલીસ યુવકને પકડવા માટે ઘરે પણ ગઈ હતી. પરંતુ ત્યાથી ફરાર થઈ ગયો. પરંતુ તે સમયે પણ યુવક સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ ન થયો. અને તે બિન્દાસ ફરી રહ્યો હતો.
એક દિવસ જ્યારે યુવતી સિલાઈ કેન્દર જઈ રહી હતી. ત્યારે તેને બળજબરી તેના ઘરે લઈ જઈ છરીની અણીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું આ વાતની યુવતીના પરિવારને જાણ થતા તેમણે પંચાયતમાં આ મામલે વાત કરી તો પંચાયત દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આરોપીએ યુવતી સાથે લગ્ન કરવા પડશે.
પીડિતાએ તેની સાથે નિકાહ કર્યા પરંતુ તેને સાસરીમાં લઈને નહોતા જતા જેથી વિદાય માટે યુવતીના પરિવારજનો દબાણ કરવા લાગ્યા ત્યારે તેના પતિનો ભાઈ વિદાયના બહાને તેના ઘરે ગયો. અને રાત્રીના સમયે એકલતાનો ફાયદો ઉઠાવીને તેણે પણ યુવતીને તેની હવસનો શિકાર બનાવી હતી. સાથેજ તેને એવી ધમકી પણ આપી કે કોઈને કહેશે તો તેની બદનામી કરી નાખશે.
સમગ્ર મામલે પીડિતાના પિતા આરોપીઓના ઘરે ગયા હતા. ત્યારે તેમણે ધક્કા મારીને તેના પિતાને ત્યાથી કાઢી મુક્યા હતા. સાથેજ તેમણે યુવતીને સ્વીકારવાની પણ ના પાડી દીધી જેથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ગત 6 ફેબ્રુઆરીના રોજ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. તેમ છતા આરોપીઓ સામે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અને પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.