હરિયાણામાં રહેતા એક યુવકે એવી હરકત કરી છે. કે જેના કારણે આજે જેના કારણે તેને પ્લેન રોકીને પ્લેનમાંથી કાઢવામાં આવ્યો હતો. યુવક દિલ્હીથી વારણસીના રૂટમાં સ્પાઈસજેટની ફ્લાઈટમં બેઠો હતો. અને તેણે અચાનક ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી જેના કારણે લોકો એકદમથી ગભરાઈ ગયા હતા. અને બધાના જીવ તળીયે ચોટી ગયા હતા.
જોકે પ્લેન બેસેલા અન્ય મુસાફરોએ તેમજ ક્રુ મેમ્બર્સ દ્વારા તેને દબોચી દેવામાં આવ્યો. જેના કારણે તે શાંત પડ્યો હતો. જોકે પ્લેન જ્યારે વારાણસીમાં લેન્ડ થયું ત્યારે તે યુવકને પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે તેની વિરુદ્ધમાં શાંતી ભંગની ફરિયાદ નોંધીને તેને દંડ ફટકાર્યો છે. જોકે હાલ યુવક જામીન પર બહાર આવી ગયો છે.
પરંતુ પોલીસે જ્યારે તેની પુછપરછ કરી ત્યારે સામે આવ્યું કે યપવકની ગર્લફ્રેન્ડ તેને છોડીને જતી રહી. જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. જેના કારણે તેણે ફ્લાઈટમાંથી કુદવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે વાતનો ખ્યાલ ન હતો કે તેના આ પગલાને કારણે બીજા 89 લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જશે. અ તેને રોકવા માટેજ મુસાફરોએ તેને દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે યુવક હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. યુવકે જ્યારે ગેટ ખોલવા મથામણ કરી ત્યારે વિમાનમાં બેસેલા અન અન્ય લોકો ગભરાઈ ગયા. અને તેને આ રીતના ગેટ ખોલતો જોઈને યાત્રીઓએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું.
જ્યારે યુવકે આ હરકત કરી તે સમયે પ્લેન પણ 23 હજાર ફુટ ઉચાઈ હતું. અને યાત્રીઓની ચીસો સાંભળીને કુ મેમ્બર્સ પણ ત્યા આવી આવ્યા અને તેમણે યુવકને જોયો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. જોકે તેને રોકવા માટે બધાએ ભેગા થઈને તેને ત્યાજ દબોચી લીધો. અને વારણસી આવે ત્યા સુધી તેને પકડી રાખ્યો હતો.
ઉલ્લેખનિય છે કે ક્રુ મેમ્બર્સે તે યુવકને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેણે કોઈની વાત માની અને ગેટ ખોલવાના પ્રયત્ન કરતોજ રહ્યો, જેના કારણે તેને 40 મીનીટ સુધ પકડી રાખ્યો. જોકે સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે યુવકની ગર્લફ્રેન્ડે તેને છોડી દીધો હતો. જેના કારણે તેનું માનસીંક સંતુલન બગડી ગયું હતું. અને તેણે આવી હરકત કરી હતી.