ભારતીય રેલવેએ ટ્રેનમાં મોબાઇલ અને લેપટોપ્સને ચાર્જ કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ, મુસાફરો ટ્રેન દરમિયાન રાત્રે મોબાઇલ ફોન અથવા લેપટોપ્સને ચાર્જ કરી શકશે નહીં. માહિતી અનુસાર, હવે ટ્રેનમાં રાતે 11 વાગ્યે થી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ સપ્લાયને બંધ કરવામાં આવશે. રેલવેએ ટ્રેનમાં આગના બનાવો ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જેના દ્વારા કોઈ પણ પ્રકારની બનતી ઘટનાઓને ટાળી શકાય.
ભારતીય રેલવેના આ મોટા નિર્ણયથી હજારો મુસાફરોને અસર થશે. મીડિયાના અહેવાલમાં, પશ્ચિમ રેલવેના જાહેર સંબંધો અધિકારી સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે રેલવેએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે રાતે 11 વાગ્યે થી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ પોઇન્ટ બંધ કરવામાં આવશે અને મુસાફરો તેનો ઉપયોગ કરી શકશે નહીં. જયારે, અધિકારીઓ આ અંગે અચૂક તપાસ કરવા આવે અને ખામી જોવા મળે ત્યારે કર્મચારીઓ સામે સખત પગલાં લેવાનું પણ નક્કી કર્યું છે.
નોંધનીય છે કે 13 માર્ચના રોજ દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં એક આગ લાગી હતી. આ આગ એક કોચથી શરૂ થયો અને જોત જોતામાં આગ સાત કોચમાં ફેલાઈ ગઈ હતી. જો કે રાહતની વાત એ છે કે આ આગમાં પેસેન્જરને કોઈ નુકસાન થયું નહતું અને દરેકને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ, આ બનાવએ રેલવેને અલર્ટ કરી દીધું છે, જેના પછી રેલ્વે હવે સખત રીતે પગલાં ભરી રહી છે.