બોલીવુંડની હોટ ગર્લ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત ઘણા સમય સુધી રીલેશનશીપમાં હતા તેવી માહિતીઓ સામે આવી હતી. જોકે આ મુદ્દે તેમણે સામેથી ક્યારેય પણ લોકો સામે આવીને ખુલાસો નહોતો કર્યો. બંને જણા વચ્ચે કુબજ ગાઢ સંબંધો હતા તેવું લોકનું કહેવું છે. અને બંનેના અફેરની ચર્ચા પણ મીડિયામાં ખુબ ઉછળી હતી.
ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ સમાચાર ઘણા વાયરલ થયા હતા. વર્ષ 2019માં બંને એકબીજાની ઘણા નજીક હતા. જોકે થોડાક સમય બાદ અમુક કારણોસર બંને અલગ થઈ ગયા હતા તેવી માહિતી પણ સામે આવી હતી. બાદમાં ઋઃષભ પંતે ઉર્વશી રૌતેલાને બ્લોક કરી દીધી હતી. તેવું જાણવા મળ્યું.
ઉર્વશીએ હાલ સોશિયલ મીડિયામાં સાવલ જવાબનો એક શેસન રાખ્યો હતો. જેમા તેના ફેન્સ તેને તેની પર્સનલ લાઈફ તેમજ પ્રોફેશનલ લાઈફ વીશે સવાલો કરી રહ્યા હતા. તેવામાં એક ફેને તેને એવું પુછ્યું કે તમારો ફેવરીટ ક્રિકેટર કોણ છે. જેના વળતા જવાબમાં ઉર્વશીએ તેના ફેનને એવું કહ્યું કે હુ ક્રિકેટ નથી જોતી. જેથી મને કોઈ પણ ક્રિકેટર વિશે ખબર નથી.
સાથેજ તેણે એવું કહ્યું કે હુ સચીન તેડુંલકર અને વિરા ક્હોલીનું સન્માન કરું છું. જેમા બંનેને ઉર્વશી રૌતેલાએ સર કહીને બોલાવ્યા હતા. ફેન્સને ઉર્વશી રૌતેલાએ આડકતરી રીતે જવાબ આપ્યો હતો. જ્યારે તે ફેને ક્રિકેટર વીશે વાત કરી હતી. ત્યારે ઉર્વશી સમજી ગઈ હતી કે તે ફેન શું સાંભળવા માગે છે. પરંતુ તેને કોઈ પણ યોગ્ય જવાબ ઉર્વશીએ નહોતો આપ્યો.
View this post on Instagram
2019મા ઋષભ પંત ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે શ્રીલંકા સામે જે મેચ રમાઈ હતી તેમા પણ તેનું સીલેકશન નહોતું થયું. જેના કારણે તે ઘણો ચીંતામાં રહેતો હતો. તેના ઉર્વશી સાથેના સંબંઘો પર તેણે ક્યારેય મીડિયા સામે કહ્યું ન હતું. પરંતુ તે સમયગાળા દરમિયાન તેણે ઉર્વશીને બ્લોક કરી દીધી હતી. જેના કારણે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉલ્લેખનિય છે કે ફેન દ્વારા જ્યારે ક્રિકેટર મુદ્દે પુછવામાં આવ્યું હતું ત્યારે ઉર્વશીએ તે ફેનને થોડાક ગુસ્સામાં જવાબ આપ્યો હતો. સાથેજ અત્યારે તો પંતનો સારો સમય ચાલી રહ્યો છે. કારણકે તે ભારતીય ટીમનો ખાસ પ્લેયર બની ગયો છે. જેમા ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ સામે તેણે ઘણું સારુ પર્ફોમન્, આપ્યું જેના કારણે તેણે આઈપીએલમાં શ્રેયસ ઐયરને રિપ્લેશ કરશે. કારણકે ઐયર હાલમાં ઈજાગ્રસ્ત છે.