મેગાસીટી અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેવું લાગે છે. કારણકે હવે તો અહીયા પોલીસના પરિવારજ સલામત નતી રહ્યા. અહીયા એક પોલીસકર્મીની પત્ની દવા લેવા માટે ડૉક્ટરને ત્યા ગઈ હતી. દવા લઈને તે શાકભાજી ખરીદવા માટે બહાર નીકળી હતી. તે સમયે એક શખ્સે તે મહિલા સાથે અભદ્ર રીતે વર્તન કર્યું હતું.
મહિલાએ તેનો વિરોધ કરતા તે શખ્સ આવેશમાં આવી ગયો અને તેણે મહિલા સાથે ઝઘ઼ડો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા જ્યારે શાક લઈ રહી હતી તે સમયે તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. છેડતીખોર શખ્સ તે મહિલાને ઘુરી ઘુરીને જોઈ રહ્યો હતો. જેથી તે મહિલાએ તેને સવાલ કર્યો કે તેને ઘુરીને શા માટે જોઈ રહ્યો છે. ત્યારે તે શખ્સ આવેશમાં આવી ગયો, સાથેજ તે મહિલાને અપશબ્દો પણ પણ બોલ્યો. બાદમાં તેણે અન્ય મહિલાઓને ત્યા બોલાવી હતી.
મહિલાઓને બોલાવીને તેણે એં કહ્યું કે જુઓ આ વગર કારણે મારી સાથે ઝઘડો કરી રહી છે. જેથી મહિલાઓએ પણ પોલીસની પત્ની સાથે બોલાચાલી કરી હતી. સાથેજ તેને ધક્કા માર્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાના ગળામાંથી 1 લાખ 30 હજારના દાગીના પણ તોડી લીધા.અને અચાનક ભેગી થયેલી ભીડને જોઈને મહિલા પણ તે સમયે ગભરાઈ ગઈ હતી.
જોકે મામલો વધારે ગરમ થઈ જતા અને તેના દાગીના પણ ચોરાઈ જતા તે મહિલાએ તેના પતિને આ મામલે જાણ કરી. ઘટનાની જાણ થતાજ પોલીસ પણ સ્થળ પર દોડીને પહોચી હતી. અને તેમેણે મારામારી તેમજ ચેઈન સ્નેચીંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે અમદાવાદ જેવા શહેરોમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. અને ચોરી જેવા ગુનાતો અહીયા કે જાણે સામાન્ય થઈ ગયા છે. સાથેજ વધતી જતી ગુનાખોરીને કારણે સામન્ય લોકોમાં હવે ડરનો માહોલ ફેલાઈ ગયો છે. જેથી આ ગુનાખોરી હવે ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.