જૂનાગઢમાં રહેતા બંટી બબલીએ વડોદરામાં રહેતા એક આધેડ પાસેથી છેતરપિંડી આચરીને તેની પાસેથી લાખો રૂપિયા સેરવી લીધા છે. આરોપીઓ યુ ટ્યબ પર પોતાની ચેનલ ચલાવતા હતા. જેથી તેમણે પોતાના ટાર્ગેટને બાટલીમાં ઉતારીને તેની પાસેથી 9 લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી . જે મામલે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓ જૂનાગઢના રહેવાસી છે. અને તેઓ વડોદરામાં એક વેપારીને મળ્યા હતા. જ્યા મળતાની સાથે તેમણે છેતરપિંડીનો પ્લાન ઘડ્યો. ભોગ બનાનર વેપારીનો ગુજરાતમા મોટા પાયે બિઝનેસ છે. જે વાતની આરોપીઓને જાણ થતા તેમણે વેપારી પાસેથી રૂપિયા પડાવાનો પ્લાન બનાવ્યો.
આરોપીઓએ તેમની સારી એવી ઓફિસ બતાવી. સાથેજ તેને બાટલીમાં ઉતર્યો હતો કે ફિલ્મ લાઈનમાં ખુબ રૂપિયા છે. તેને લાલચ પણ આપી કે તમે રોકાણ કરશો તો તમને મોટા પ્રમાણમાં પ્રોફીટ થશે. સાથેજ આરોપીઓએ તેને એવું પણ કહ્યું હતું કે તેમને હાલ રૂપિયાની જરૂર છે. જેથી તેમણે પોતાનું કામ વધારવા થોડાક રૂપિયા ભોગ બનનાર વેપારીએ આપ્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ વડોદરામાં તેને અલગ અલગ હિરોઈને સાથે મીટીંગ કરવી હતી. જોકે બાદમાં તેઓ પરત વડોદરા પાછા આવતા રહ્યા. આરોપીઓએ પહેલા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં તેને એવું કહ્યું કે લોકડાઉન આવી જવાને કારણે તેમને વધારે રૂપિયાની જરૂર છે.
જેથી ભોગ બનનાર વેપારીએ તેમને ફરીથી 4 લાખ રૂપિયા બીજા આપ્યા. કુલ 9 લાખ રૂપિયા તેમણે પડાવી લીધા અને જ્યારે તેમણે આરોપીઓને પુછ્યું કે ફિલ્મ ક્યારે બનશે ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે થોડાક સમય પછી બનશે.
જોકે આરોપીઓએ વેપારીને વિશ્વાસ આવે તે માટે યુ ટ્યુબ કી રાની નામનું ગીત બનાવ્યું હતું. જેથી તેને વિશ્વાસ આવી ગયો કે ફિલ્મ બનશે તો ખરી. પરંતુ ફિલ્મ નહોતી બની રહી જેથી તે આરોપીઓને ફોન પર ફોન કરી રહ્યો હતો. અને તે જાણવા માગતો હતો કે આખરે ફિલ્મ ક્યારે બનશે.
પરંતુ આરોપીએએ તેને એવો જવાબ આપી દીધો કે અમે તમારી પાસેથી કોઈ રૂપિયા નતી લીધા. સાથેજ તેમણે એવું પણ કીધું કે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. જેથી વેપારીને છેતરાયા હોવાનો અહેસાસ થયો અને તેણે આરોપીઓ સામે ફરિયાદ નોંઘાવી છે. સમગ્ર મામલે પોલીસે પણ છેતરપિંડીનો ગુનો નોંધીને ફરાર બંટી બબલીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.