ફિલ્મ ‘જન્મ કુંડલી’ અને ટીવી સીરીયલ ‘કડવા સચ’ થી લોકપ્રીય થયેલા અભિનેતા-નિર્દેશક તારીક શાહ નું આજે સવારે મુંબઈ માં અવસાન થઈ ગયું હતું. તેમને મુંબઈ ના એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા બે વર્ષથી તે કિડની સંબંધી બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે તારીક શાહ અભિનેત્રી શોમા આનંદ ના પતિ હતા.
તારીક નિર્દેશક અને નિર્માતા પણ રહ્યા છે. તેમને ‘જન્મ કુંડલી’, ‘બહાર આને તક’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. ‘બહાર આને તક’ માં તારીક શાહ શિવાય રૂપા ગાંગુલી, સુમિત સહગલ, મુનમુન સેન અને નવીન નિશ્વલ જેવા કલાકાર હતા. તે દિલ વાલે દુલહનિયા લે જાએગે 1980 ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેનું નિર્દેશન રાજેન્દ્ર સિંહ આતિશે કર્યું હતું.
તારીક શાહે જ્યારે શોમાથી લગ્ન કર્યા હતા, તે સમયે તે પોતાની કારકિર્દી ની ઊંચાઈઓ પર હતી. લગ્ન બાદ શોમાને તેમના પરિવારનો સપોર્ટ મળ્યો નહિં અને તે ફિલ્મોથી દુર ચાલી ગઈ હતી. લગ્ન બાદ અભિનેત્રી એક પુત્રીની માતા બની જેનું નામ સારા શાહ છે.
જ્યારે તારીકની પત્ની શોમા આજે પણ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે. વાત કરવામાં આવે શોમાની તો તારીકથી લગ્ન બાદ શોમાએ ટીવીની દુનિયા નો રસ્તો અપનાવ્યો હતો. નાના પરદા પર તેમને ટીવી સીરીયલ હમ પાંચથી શરુઆત કરી અને આ સીરીયલથી શોમાની કિસ્મત બદલાઈ ગઈ હતી. ત્યારબાદ તેમને સિનેમામાં ફરીથી એન્ટ્રી મારી અને ઘણા બધા સાઇડ રોલ કર્યા હતા.