છતીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જીલ્લાની સીમા પર સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં 22 જવાનોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક જવાન ગુમ પણ થયો છે. આ હુમલામાં કુલ 32 સૈનિકો ઈજાગ્રાત થયા છે, જેમાં 25 જવાનો ઈલાજ બીજાપુર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે છતીસગઢ પોલીસે ૯ નક્સલીઓને મારવાનો પણ દાવો કર્યો છે. તેની સાથે પોલીસ અધિકારીઓના મુજબ, સુરક્ષાદળોએ ઘટના સ્થળથી એક મહિલા નક્સલીનો પણ મૃતદેહ મળ્યો છે.
શુક્રવારની રાત્રે બીજાપુર અને સુકમા જીલ્લાથી ક્રેન્દ્રીય રીઝર્વ પોલીસ દળની કોબરા બટાલીયન, ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી અભિયાનમાં રવાના કરવામાં આવી હતી. નક્સલ વિરોધી અભિયાનમાં બીજાપુર જીલ્લાના તર્રેમ, ઉસુર, સુકમા જીલ્લાના મિનપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાન સામેલ હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારના બપોરે લગભગ 12 વાગે બીજાપુર-સુકમા જીલ્લાની સીમા પર સુકમા જીલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોનાગુડા ગામ નજીક નક્સલવાડીઓની પીએલજીએ બટાલીયન અને તર્રેમના સુરક્ષાદળોના મધ્યમાં અથડામણ થઈ હતી. અથડામણ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. જાણકારી અનુસાર અથડામણમાં કોબરા બટાલીયનનો એક જવાન, બસ્તરીયા બટાલીયનના બે જવાના અને ડીઆરજીના બે જવાનોના મોત નીપજ્યા હતા.
આ દરમિયાન CRPFના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ છત્તીસગઢ પહોંચ્યા છે. આ દરમિયાન, તેઓ પરિસ્થિતિની સમિક્ષા કરશે. બીજાપુરમાં ઓપરેશન બાદ ગૃહ મંત્રાલયે તેમને સ્થાન પર જવા સૂચના આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહ DGને બીજપુર મોકલવાની સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન સાથે પણ સંપર્કમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોની શહાદત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જવાનોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. મારી સંવેદના છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે છે. બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમનં ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.