હૃદય સંબંધિત રોગો વિશ્વભરમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની રહ્યા છે. વધતી ઉંમર સાથે હૃદયરોગનું જોખમ વધે છે. 50 વર્ષની ઉંમર પછી આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણીવાર આપણા માતાપિતા તેમના સ્વાસ્થ્યને પણ અવગણે છે, પરંતુ કેટલીકવાર તે જીવલેણ સાબિત થઈ શકે છે. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા હોય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે હૃદય સબંધિત સમસ્યાઓનું કારણ બને છે.
હાઈ બ્લડ પ્રેશર: આ દિવસોમાં લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. 50 વર્ષની વય પછી, આ રોગનું જોખમ વધે છે. ડિજિટલ બ્લડ પ્રેશર માપન મશીનની મદદથી તમે દર અઠવાડિયે અથવા 15 દિવસ તમારા માતાપિતાના બ્લડ પ્રેશરની તપાસ કરી શકો છો. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે તો તમારે નિયમિત તપાસ કરવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત બનાવી શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
હાઈ બ્લડ સુગર: હાઈ બ્લડ સુગર કોરોનરી ડીસીનું જોખમ વધારે છે. ખરેખર, લોહીમાં સુગર ના સ્તરમાં વધારો થવાને કારણે કોરોનરી ધમની સાંકડી થઈ જાય છે. આ રુધિરવાહિનીઓના કાર્યમાં અવરોધે છે. તેથી, હૃદયની તંદુરસ્તીને જાળવવા માટે સમય સમય પર બ્લડ સુગરનું સ્તર તપાસવું મહત્વપૂર્ણ છે.
હાઈ કોલેસ્ટરોલ: કોલેસ્ટરોલ ચરબી જેવો પદાર્થ છે, જે શરીરના દરેક કોષમાં જોવા મળે છે. તેનું વધારે પ્રમાણ લોહીમાં કોલેસ્ટરોલ વધારે છે અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. આ ધમનીઓને સાંકડી કરે છે અને કોરોનરી ધમની બિમારીનું જોખમ વધારે છે. આવામાં કોલેસ્ટરોલનું સ્તર નિયમિત રીતે તપાસો. આ સાથે તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
છાતીમાં દુખાવો: કેટલીકવાર છાતીના દુખાવાને આપણે ગેસ અથવા એસિડિટી તરીકે અવગણીએ છીએ પંરતુ જો તમારા માતાપિતાને છાતીમાં દુખાવો અથવા દબાણ લાગે છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય ધમનીમાં અવરોધ થવાને કારણે છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. આ લક્ષણોને અવગણશો નહીં અને તરત જ ડોક્ટરની સલાહ લો. બહુ ઓછા કેસોમાં એવું બને છે કે કોઈને છાતીમાં દુખાવો વિના હાર્ટ એટેક આવે છે.
ગળા અને જડબામાં દુખાવો: જો તમારા માતાપિતાને છાતીમાં દુખાવો હોય છે, જે તેમના ગળા અને જડબા સુધી લંબાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
અતિશય પરસેવો કોઈપણ વર્કઆઉટ અને કામ વગર અતિશય પરસેવો થવો એ હૃદય રોગની નિશાની હોઈ શકે છે. જ્યારે હૃદય રક્તને યોગ્ય રીતે પમ્પ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે કોઈ પણ કારણ વિના વધુ પડતો પરસેવો લાવે છે. જો આ લક્ષણો તમારા માતાપિતામાં દેખાઈ રહ્યા છે, તો પછી બેદરકારી વિના તબીબી સલાહ લો.
ચક્કર: ચક્કર અને આંખો સામે અચાનક અંધકાર આવી જવું લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતાપિતાને આ સમસ્યાઓ થઇ રહી છે, તો તરત જ ડોક્ટરની તપાસ કરાવો. લો બ્લડ પ્રેશર શરીરમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. આને કારણે લોહીનો પ્રવાહ હ્રદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
ઉલટી, ઉબકા અને ગેસની સમસ્યાઓ: વારંવાર ઊબકાની સમસ્યા થવી એ પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમારા માતાપિતાને આવા લક્ષણો લાગે છે, તો તરત જ ડોક્ટરની સલાહ લો.
પગનો સોજો: પગમાં સોજો પણ હૃદય રોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. કેટલીકવાર હૃદયમાં લોહીના નબળા પરિભ્રમણને કારણે પગ અથવા એડીમાં સોજો આવે છે.