આ કરૂણ ઘટના સુરતના અડાજણ ભાઠા ગામમાં સામે આવી છે. જ્યા બાળકોની સામેજ તેની માતા અને એક પતિની સામે તેની પત્ની મૃત્યું પામી છે. જીઈબીની બેદરકારીને કારણે હાલ એક મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાના ગળામાં વીજ તારક વીટળાઈ ગયો હતો. જેના કારણે ઘટના સ્થળેજ તેનુ કમકમાટી ભર્યું મોત થયું હતું
વીજ તાર પડતા મહિલા બચાવ બચાવની બૂમો પાડી રહી હતી. જોકે ચાલુ વીજલાઈનને કારણે કોઈની પણ હિંમત ન થઈ કે તે મહિલાને બચાવી શકે. જ્યારે એક કલાક બાદ વીજ લાઈન બંધ કરવામાં આવી. ત્યારે મહિલાને મૃક હાલતમાં બહાર કાઢવામાં આવી હતી.
આવો બીજો બનાવ ડાયમંડ સીટીમાં સામે આવ્યો છે. કારણકે આ પહેલા પણ અહીયા આવીજ બેદરકારીને કારણે અગાઉ એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. ભાઠા ગામમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા ઘટના સમયે તેના વાડામાં કામ કરી હતી. તેજ સમયે તેની ઘરના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલનો કેબલ તેના પર પડ્યો.
સાંભળીને તમને નવાઈ લાગશે કે જ્યારે વીજ વાયર તેના પર પડ્યો ત્યારે તે વાયર તેના ગળામાં વીંટળાઈ ગયો હતો. જેના કારણે મહિલાતે ક્ષણે તરફડીને જમીન પર ઢળી પડી હતી. ઈલેક્ટ્રીક સપ્લાય ચાલું હોવાને કારણે મહિલા ત્યાજ સળગવા લાગી હતી. જેથી તેણે બચાવો બચાવોની બૂમો પાડી હતી. જ્યારે બૂમો પાડી ત્યારે આખું ફળીયું ભેગું થઈ ગયું.
પરંતુ કોઈ પણ તે મહિલાને બચાવા માટે ન આવી શક્યું. કારણકે વાયર જીવંત હતો જેના કારણે કરંટ બીજાને પણ લાગી શકતો હતો. જેથી તેના પતિ અને બાળકોની સામેજ તેનું મૃત્યું થયું હતું.ટઘટનાની જાણ થતા ડીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ત્યા આવી હતી. પરંતુ વીજવાયર બંધ કરાવામાં એક કલાક લાગી ગયો હતો. જેથી સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે છેલ્લા 3 થી 4 વર્ષમાં આજ વીજ વાયર દર વર્ષે પડ્યો છે પરંતુ આ વખથે વીજવાયર પડ્યો ત્યારે ડીજીવીસીએલની બેદરકારીને કારણે મહિલાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. જેના કારણે હવે સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે.