બીજાપુરના હુમલા બાદ નક્સલીઓ પર કેન્દ્ર સરકારની બાજ નજર, કમાન્ડર હિડમાં સૌથી ટોપ પર

બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેમની રણનીતી ઘડવામાં આવી રહી છે. 23 જવાનો શહિદ થવાને કારણે દેશના લોકોમાં પણ રોષનો મહોલ ફેલાયેલો છે. સમગ્ર મામલે નક્સલ કમાન્ડર હિડમાં સરકારની યાદી પર ટોપમાં શામેલ છે. અને આ સમગ્ર મામલે એનટીઆરઓ પાસેથી ચોક્કસ જાણકારી આપવામાં આવી છે.

નક્સલિઓના લોકેશનની જાણકારી મેળવવા માટે બેકઅપ તેમજ ડ્રોન હેલીકોપ્ટરની મજજ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં જવોનોની શહીદી બાગ આક્રમક નક્સલ વિરોધી કાર્યયોદના એટલેકે ભારે એક્સન પ્લાનને અમલમાં મુકવામાં આવશે.

ખાસ કરીને કાશ્મીરમાં આતંકીઓ અંતર્ગત મુખ્ય નક્સલ કમાન્ડરની યાદી તૈયાર કરીને તેને ઠાર મારવામાં આવશે. આ મમાલે સરકાર દ્વારાજ કડક વલણ અપનાવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથેજ સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે બંદૂક ન છોડનાર નક્સલી કમાન્ડરને કોઈ પણ નહી છોડવામાં આવે. અને હવે તો તેમને ઠાર કરવામાંજ આવશે..

સમગ્ર મામલે સુરક્ષા દળ દ્વારા મુખ્ય કમાન્ડરોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ડિડમા કમાન્ડર સૌથી ઉપર છે. તેમજ બીજાપુરની ઘટનાનો બદલો લેવા માટે તેને તો જલ્દીથ જલ્દી મોતને ઘાટ ઉતારવામાં આવશે. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે. કે નક્સલિઓ દ્વારા સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવ્યો હતો.

જેથી તેમની સામે એક મોટું અભિયાન ચલાવામી રૂપરેખા તૈયાપ કરવામાં આ છે. જે અંતર્ગત સમન્વિત ઓપરેશન ચલાવવામાં આવશે. આ ઓપરેશનની કમા પણ કેન્દ્રીય સુરક્ષા દળોના હાથનમાં રહેશે. અને સ્થાનીક દળો તેમજ વિશેષ દળોને આમા શામેલ કરવામાં આવશે. જેથી નક્સલીઓએ જે રીતે જવાનો પર હુમલો કર્યો તેની તેમણે ભારે કિંમત ચુકવવી પડશે.

ઉપરાંત તેમની ગતી વીધીઓ પર ચોક્કસ જાણકરી મળે રહે તે માચે એનટીઆરઓની મદદ લવેમાં આવશે. સાથેજ ટેક્નીકલ ઈન્ટેલિજેન્સની પણ મદદ લેવામાં આવશે. અને તેમની સામે ઝડપથી પગલા લાવેમાં આવશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા પણ એવો ભરોસો આપવામાં આવ્યો છે. કે નકલરોધી ઓપરેસનને તેના અંજામ સુધી પહોચાડવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે મોસ્ટ વોન્ટેડ આતંકી કમાન્ડર હિડમા આ લીસ્ટમાં શામેલ છે. જેમા સુરક્ષા દળોને એવી માહિતી મળી છે, કે તે સુકમાના જંગલોમાં છુપાયેલો છે. જેથી સુરક્ષા દળ દ્વારા પણ તેને શોધવાના પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top