આપણા દેશમાં પહેલાથી સ્ત્રીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થતા હોય છે. ખાસ કરીને દુષ્કર્મ જેવા બનાવો તો આપણા દેશમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ સામે આવ્યો છે. ત્યારે વધુંમા મધ્યપ્રદેશમાં ફરી એક વાર ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમા એક પતિએ તેની પત્નીને ગરમ સળીયાના ડામ આફ્યા છે.
પતિએ તેના દુશ્મન સામે રેપની ખોટી ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું હતું. પરંતુ પત્ની તે વાતની સહમત ન હતી જેથી વિકૃત પતીએ તેની પત્નીને 2 કલાક સુધી ગરમ લોખંડના સળીયાના ડામ આપ્યા છે. પત્નીની હાલત તમે જુઓ તો તમને પણ કંપારી છૂટી જાય તેવી તેના પતિએ તેના સાથે હરકત કરી છે.
આ ઘટના ગત 30 માર્ચના રોજ બની છે. મહિલા પર એટલી હદે અત્યાચાર તેની પતિએ કર્યો હતો કે તે કંટાળીને પોલીસ સ્ટેશન પહોચી હતી. જ્યા તેણે તેનાજ પતિ સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ભોગ બનનાર પત્નીએ સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો. સાથેજ તેણે તેની આપવીતી પણ પોલીસ સમક્ષ વર્ણવી હતી જેથી પોલીસે ઘટવનાની ગંભરતાને ધ્યાનમાં રાખીન પતિને ઝડપી પાડ્યો છે.
આ ઉપરાંત મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો છે. જે રિપોર્ટ એક્પર્ટ ડોક્ટરોને થોડાક દિવસોમાં આપવામાં આવશે. જેના આધારે વિકૃત પતિ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે સમગ્ર મામલે મહિલાની હાલત હાલમાં એવી છે કે તે ન તો કોઈને કશું કહી શકે કે ન તો તે સહી શકે.
મહિલાના પતિએ અન્ય વ્યક્તિ સાથે રેપની ફરિયાદ દાખલ કરવા માટે મહિલા પર દબાણ કર્યું હતું. પરંતુ મહિલાએ છેક સુધી આ મામલે ના પાડી તો તેના પતિએ ચૂલામાં સળીયો ગરમ કરીને મહિલાના છાતીના ભાગે ડામ આપ્યા હતા. જોકે તે સમયે મહિલા મહા મુશ્કેલીએ તેનો જીવ બચાવીને તેના સંબંધીના ત્યા ભાગીને જતી રહી હતી. બાદમાં તે તેના ભાઈ સાથે પોલીસ સ્ટેશન પહોચી અને તેના પતિ સામે ગુનો નોંધાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે વિકૃત પતિનો અન્ય વ્યક્તિ સાથે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. અને તેણે અગાઉ તેની સાથે મારામારી પણ કરી હતી. પરંતુ તે સમયે ગામના લોકો વચ્ચે આવ્યા હતા. અને તેમણે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ મહિલાનો પતિ તેના દુશ્મનને રેપ કેસમાં ફસાવા માગતો હતો. પણ મહિલા તે વાત માટે રાજી ન હતી. જેથી તેણે આવી હરકત કરી હતી.