કોરોનાને કારણે દેશમાં અત્યારે સૌથી ખરાબ હાલત થઈ છે. દિવસેને દિવસે ગુજરાત જેવા રાજ્યોમાં તો કેસ વધતા જઈ રહ્યા છે, સાથેજ ભારતની વાત કરીએ તો હવે દેશમા રોજના 1 લાખ કરતા પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે, જોકે હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે.
ત્યારે આવા સમયે આઈપીએલના આયોજનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ તેની સામે બીસીસીઆઈ દ્વારા મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે ખેલાડીઓને વેક્સિન લગાવવા મામલે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત કરવમાં આવશે.
આગામી 9 એપ્રીલથી ટી-20 લીગની શરૂઆત થશે. જેમા પ્રથમ મેચ મુબઈ અને બેંગલોર વચ્ચે થવાની છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસ સામે વેક્સિન અત્યારે એકમાત્ર ઉપાય છે. સાથેજ તેમણે કીધું કે કોઈ જાણતું નથી કે કોરોના ક્યારે ખતમ થશે. અને કોઈ સમય મર્યાદા પણ કોઈ નથી આપી શકતા.
વધુમાં તેમણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને વેક્સિન આફવી ખૂબજ જરૂરી છે. પરંતુ આ પહેલા એવી ખબર સામે આવી હતીકે ખેલાડીઓને વેક્સિન આપવામાં નહી આવે. જે મુદ્દે તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેક્સિન મામલે કશુંજ કહેવામાં નતી આવ્યું જેના કારણે અમે પણ કશુ નથ કરી શકતા. પણ ખેલાડીઓની સુરક્ષાને લઈને તેમને ચિંતા છે તે વાત સ્પષ્ટ દેખાઈ આવી હતી.
રાજીવ શુક્લા દ્રા સમગ્ર મામલે કહેવામાં આવ્યું કે બધાજ પ્લેયર્સને વેક્સિન આપવામાં આવે તે માટે તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કર્યો છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ભારત તેમજ ઈગ્લેન્ડની શ્રેણી દરમિયાન વેક્સિન લગાવી લીઘી હતી. પરંતુ બાકીના ખેલાડીઓએ લઈને હજુ કોઈ પણ માહિતી સામે નથી આવી કે તેમને ક્યારે વેક્સિન આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે બેંગલોરના ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તે પણ પોઝિટીવ આવાનર ત્રીજો ખેલાડી છે. અગાઉ કેકે આરનો નીતિશ રાણા અને દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. સાથેજ અત્યાર સુધીમાં આઈપીએલ સાથે જોડાયેલ 20 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.