બાઈકનો હપ્તો ડ્યું થતા ફાયનાન્સના માણસોએ યુવકને જાહેરમાં ફટકાર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ..

કોરોનાને કારણે બધાની આર્થીક પરિસ્થિતી હાલમાં નબળી બની છે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. તો સાથેજ અમુક લકોની નોકરી પણ જતી રહી છે આપણે પુરતા નાણાની વ્યવસ્થા ન હોવાને કારણે વાહનો EMI પર ખરીદવાનું પસંદ કરીએ છીએ ખાસ કરીને કાર અને બાઈક જેવા વાહનો લોકો EMI પર છોડાવાનું પસંદ કરે છે.

જો તમે વાહનનો હપ્તો ન ભરો તો ફાઈનાન્સ કંપની સંચાલકો દ્વારા વાહન પરત ખેચી લેવામાં આવાતા હોય છે કોરોનાકાળમાં એવા ઘણા લોકો છે કે જેમની પાસે પૂરતા રૂપિયા ન હોવાને કારણે તેઓ હપ્તો નથી ભરી શકતા અને આવુંજ કઈક બનાસકાંઠાના એક યુવક સાથે થયું હતું, પરંતુ હપ્તો ન ભરતા ફાઈનાન્સ કંપનીના સંચાલકોએ કઈક એવું કર્યું જે સાંભળીને તમે પણ ચોંકી જશો.

યુવકે હપ્તો ન ભરતા ફાઈનાન્સ કંપનીના સંચાલકો દ્વારા તેની સામે દાદાગીરી કરવામાં આવી ઉપરાંત સંચાલકોની લુખ્ખાગીરીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમા સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે સંચાલકોએ યુવક પર હુમલો કર્યો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી.

આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ફરિયાદ મળ્યા બાદ તેણે ફાઈનાન્સ કંપનીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે સંચાલકોની આવી દાદાગીરી જોઈને તે સમયે સ્થળ પર હાજર દરેક વ્યક્તિ ચોંકી ગયા હતા સાથેજ વીડિયો જોઈને પોલીસ પણ બે ઘડી માટે વીચારમાં મુકાઈ ગઈ હતી.

બનાવ અગે વિગતવાર વાત કરીએ તો વાવ તાલુકાના ભોગ બનનાર યુવકે ફાયનાન્સ કંપનીમાંથી એક બાઈક લોન પર લીધી હતી પરંતુ તેની આર્થિક પરિસ્થિતી કથળી જતા તેના માથે બાઈકનો હપ્તો ચઢી ગયો ઘટના સમયે યુવક થરાદમાં આવેલી ગઢવી હોસ્પિટલ પાસે ઉભો હતો જ્યા કેટલાક શખ્સો આવ્યા અને તેને કહ્યું કે બાઈકનો હપ્તો કેમ નથી ભરતો આટલું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી.

બોલચાલી કર્યા બાદ તે શખ્સોએ યુવકને પકડી રાખ્યો અને તેના માથાના ભાગે હુમલો કર્યો હતો સાથેજ તેને તે સમયે ગડદાપાટુંનો માર પણ માર્યો જેથી આસપાસના લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કરી લીધા. બાદમાં ભોગ બનનાર યુકે સમગ્ર મામલે ફાયનાન્સ કંપની તેમજ માર મારનાર યુવકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ સમગ્ર મામલે હાલમાં તપાસ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે હાલ લોકોની આર્થીક પરિસ્થિતી ઘણી ખરાબ છે આવા સમયે લોકોએ એકબીજાનો સાથ આપવો જોઈએ પરંતુ ફાયનાન્સ કંપનીના સંચાલકો દ્વારા જે હરકત કરવામાં આવી છે તે ઘણીજ શરમજનક બાબત છે, જેના કારણે લોકોમાં પણ રોષનો માહોલ ફેલાયેલો છે.

Scroll to Top