ડાયમંડિ સીટી સુરતમાં વધતી જતી ગુનાખોરીને કારણે પોલીસ પણ હવે એકશન મોડમાં આવી ગઈ છે, થોડાક દિવસો પહેલાજ સુરતના ડુમસ ગામ કાંદી ફળીયામાં એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમા હત્યારાઓએ તેના હાથ પગ બાંધીને તેની હત્યા કરી હતી. અને બાદમાં તેની લૂંટને અંજામ આપ્યો હતો.
જોકે આ મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી અને ગણતરીના સમયમાં પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા છે. સમગ્ર મામલે પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી તો તેમની પૂછપરછમાં સામે આવ્યું કે મૃતકના ઘરની બાજુમાં રહેતી મહિલાએ તેમને ટીપ આપી હતી સાથેજ તે મહિલાએ એવું કહ્યું હતું કે જમીન વેચાણ કરતા મૃતક પાસે 3 થી 4 કરોડ આવ્યા છે.
પોલીસે સીસીટીવીને આધારે તપાસ આરંભી હતી. જેમા પાંચ આરોપીઓ દેખાયા હતા સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને એસઓજીની ટીમ પણ જોડાઈ હતી જે દરમિયાન પોલીસે તપાસ કરીને પાંચેય આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીઓની ધરપકડ કરી લીધા બાદ પોલીસે તેમની પૂછપરછ કરી જેમા ચોકવાનો ખુલાસાઓ સામે આવ્યા.
આરોપીઓ પૈકી એક આરોપીએ એવું કીધું કે મુંબઈથી એક મહિલાનો ફોન આવ્યો હતો. તે મહિલાએ જણાવ્યું હતું કે ડુંમસમાં રહેતી તેન બેહનના બાજુમાં ઘરમાં જે વ્યક્તિ રહે છે. તેણે પોતાની જમીન વેચી કાઢી છે. જેથી તેના ઘરમાં અંદાજે 3 થી 4 કરોડ જેટલી રકમ છે સાથેજ તે એકલો રહે છે જેથી તેના ઘરે લૂંટ કરવા કહ્યું અને તેની પાડોશમાં રહેતી તેની બહેનને મળવા માટે પણ આરોપીઓને કહેવામાં આવ્યું..
બધાજ આરોપીઓ મૃતકની પાડોશમાં રહેતી મહિલાને મળ્યા જેણે બધાને ટીપ આફી હતી. બાદમાં તે બધા આરોપીઓએ ચોરીને અંજામ આપતા પહેલા રેકી કરી હતી અને રેકી કરીને તેઓ મૃતકના ઘરમાં ઘુસ્યા હતા પરંતુ ઘરમાં ઘુસવાનો આવજ આવતાજ મૃતક તે સમયે જાગી ગયા. જેથી આરોપીઓએ તેને પકડીને તેના હાથપગ બાંધી દિધા અને માથામાં પિસ્તોલ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.
હત્યાને અંજામ આપીને આરોપીઓ ઘરમાંથી 4 લાખ જેટલી રકમ લૂંટીને ત્યાથી જતા રહ્યા હતા જોકે હાલ તેઓ ઝડપાઈ ગયા છે સાથેજ આ હત્યામાં સંડોવાયેલી મહિલાઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓની પૂછપરછમાં એવું સામે આવ્યું કે તેમણે બદલાપુર-મુંબઈ હાઈવે પાસે આવેલ વાંગણી હાઈવે પર એક બંગલામાંથી 160 કરોડની લૂંટની યોજના બનાવી હતી જ્યા તેમણે રેકી પણ કરી હતી અને તે લૂંટને અંજામ આપવા માટે તેમણે મૃતકને ઘરે લૂંટ કરી. જેથી ત્યાથી જે પણ રૂપિયા મળે તેના દ્વારા તેઓ બીજી જગ્યાએ લૂંટ કરી શકે.
ઉલ્લેખનિય છે કે સુરતમાં વધતી જતી ગુનાખોરી એક ગંભીર પ્રશ્ન બન્યો છે સાથેજ હવે તો અહીયા ગુનેગારો બેફામ બની ગયા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જોકે હવે તો વધતી જતી ગુનાખોરીની સામે પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે પરંતુ સુરતમાં વધતા જતા હત્યાના બનાવો સમાજ માટે એક ચિંતા પ્રશ્ન બની ગયો છે.