રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. જેના કારણે હવે લોકોમાં લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે હાઈકોર્ટ દ્વારા સરકારને એવું કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા લોકોના હીતને ધ્યાનમાં રાખીને 20 શહેરોમાં રાત્રી કર્ફયું લગાવી દેવામાં આવ્યો. જેથી સંક્રમણને શક્ય બને તેટલું ફેલાતું અટકાવી શકાય.
જોકે આવા સમયગાળામાં સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયા હતા. કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં છે. જે કારણે તેમણે લોકડાઉન નથી કર્યું પરંતુ રાત્રી કર્ફયુંને અમલમાં રાખ્યો છે. આ મામલે મુખ્યમંત્રીને જાણ થતા તેમણે ટ્વીટર દ્વારા લોકો સુધી સંદેશો પહોચાડ્યો. ત્યારે લોકોના મનનો વહેમ દૂર થયો છે.
મુખ્યમંત્રીએ ટ્વીટર દ્વારા ટ્વીટ કરીને લોકોને માહિતી આપી કે તેમના પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવ્યું. સોશિયલ મીડિયામાં જે પણ મેસેજો વાયરલ થયા છે. તે બધાજ મેસેજ પાયા વિહોણા છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી. જેના કારણે સોશિયલ મીડીયામાં આ મેસેજો વાયરલ કરવામાં આવ્યા હતા.
જે મેસેજો વાયરલ થયા છે. તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્રના મે મહિનામાં લગ્ન છે, જે કારણે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં નથી આવ્યું.. આ મેસેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જે વાત મુખ્યમંત્રીને ધ્યાને આવી અને તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને માહિતીગાર કર્યા. અને અફવાઓ પ્રત્યે ધ્યાન ન આપવા માટે કહ્યું..
મુખ્યમંત્રી દ્વારા કહેવામા આવ્યું કે તેમના દિકરાના લગ્ન મે મહિનામાં રાખવામાં આવ્યા છે. એ બધીજ વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ પણ આયોજન રાખવામાં નતી આવ્યું . સાથેજ તેમણે ટ્વીટમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં જે પણ ન્યૂઝ વાયરલ થયા છે. તે ન્યૂઝ ફેક છે. જેથી તેના પર ધ્યાન ન આપવા માટે મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે.
સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મારૂ અને મારી સરકારનું કામ હાલ ગુજરાતમાં સંક્રમણને અટકાવવાનું છે. જેથી તેમણે જે ફેક ન્યૂઝ વાયરલ થયા હતા તે મુદ્દે લોકોને માહિતી આપી હતી.સાથેજ લોકેને વીનંતી કરી કે આ કોઈ પણ પ્રકારના મેસેજથી લોકો દૂર રહે.
ઉલ્લેખનિય છે કે હાલ એક વર્ષના સમયગાળામાં રાજ્યમાં સૌથી ખરાબ હાલત છે. કોરોનાના દર્દીઓ વધતા જઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો છે. સાથેજ સરકાર દ્વારા પણ 5 હજાર જેટલા નવા બેડની સુવિધા કરવામાં આવી છે. પરિણામે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તે વધારે જરૂરી છે. સાથેજ સોશિયલ ડિસટન્સીંગ રાખે તે પણ વધારે જરૂરી છે. અને જરૂર હોય તોજ ઘરની બહાર નીકળે તે પણ વધારે જરૂરી છે.