લગ્ન કર્યા વગર યુવતીએ બાળકને જન્મ આપ્યો, સમગ્ર માહિતી સાંભળીને પોલીસ પણ હેરાન થઈ ગઈ…

આ ઘટના સામે આવી છે ગોંડલ શહેરમાં જ્યા આગળ એક કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યો છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે યુવતીએ જ્યારે મેટરનીટી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો ત્યારે લોકો હેરાન રહી ગયા હતા જેથી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી પોલીસને આ મામલે જ્યારે જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

જોકે આ મામલે પોલીસ દ્વારા જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જેથી મોડી રાતે રેન્જ આઈજી સુધી આ મામલો પહોચ્યો હતો જેથી ઉપરથી પ્રેશર આવતા પોલીસ દોડતી થઈ ગઈ અને તેમણે ગુનો નોંધ્યો હતો ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી.

સૂત્રો મુજબ એવી માહિતી સામે આવી કે ગોંડલ તાલુકાના રીબ ગામની એક યુવતી પર ત્રણથી ચાર જેટલા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો પરંતુ તેણે ભાળકને જન્મ આપવાનું નક્કી કર્યું અને પ્રસુતિ કરાવા માટે યુવતી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ગઈ હતી જ્યા તેણે એક પુત્રને જન્મ આપ્યો જોકે જ્યારે લોકો ને જાણ થઈ કે યુવતી કુંવારી છે ત્યારે બધા હેરાન થઈ ગયા હતા.

આ ઘટના અંગે હોસ્પિટલ તંત્રને જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જ્યારે આ મામલો રેન્જ આઈજી સુધી પહોચ્યો ત્યારે તેમણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો જેથી પોલીસ દોડતી થઈ ગઈ અને સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે એવું કહેવામાં આવ્યું છે કે પીડિતાના કૌટુંબિક કાકા અને કૌટુંબિક ભત્રીજો પશું ચરાવે છે તેઓ પશું ચરાવા જતા હતા ત્યારે ગામની સીમમાં યુવતી તે લોકોને દેખાઈ અને તેની પર બંને જણાએ દુષ્કર્મ આચર્યું હતું જોકે જે તે સમયે યુવતી ગભરાઈ ગઈ હતી જેથી તેણે કોઈને પણ આ મામલે જાણ ન કરી પરંતુ તેને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો.

યુવતીની ફરિયાદ નોંધીને પોલીસે હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે સાથેજ નવજાત શિશુંને પણ ઓક્સિજનની જરૂર હતી જેથી પોલીસે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે પરંતુ બાળકની તબીયત ખરાબ થવાને કારણે તેની માતા ચીંતામાં છે અને તે ઈચ્છે છે કે તેનું બાળક જલ્દીથી જલ્દી સાજુ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે દિવસેને દિવસે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે તેમા પણ હવે કુંવારી યુવતી માતા બની જાય ત્યારબાદ લોકોને જાણ થાય છે તેની સાથે દુષ્કર્મ થયું છે. આ બનાવ સામે આવ્યા બાદ લોકો હેરાન થઈ ગયા છે જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top